Advertisement
Author: નોબત સમાચાર

પુર અસરગ્રસ્તોની સર્વેની કામગીરી કરી રહેલા વાણિયા ગામના શિક્ષકને હાર્ટ એટેક

વોરિયર તરીકે ગણી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.રપ લાખની સહાય આપવા માગણીઃ

જામનગર તા. ૩: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી વ્રજ વાટીકા સોસાયટીમાં ગઈકાલે પુર અસરગ્રસ્તોને સહાય મળી શકે તે માટે સર્વેની કામગીરી કરતી ટીમ ફરજ પર હતી ત્યારે તે ટીમમાં સાથે રહેલા વાણિયા ગામના શિક્ષકને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યંુ છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે. મૃતકના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.રપ લાખ વળતર પેટે ચૂકવી આપવા શિક્ષક સંઘે માગણી કરી છે.

જામનગર શહેર તથા જિલ્લામાં ગયા સપ્તાહે ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે જામનગર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અતિ વૃષ્ટિ પછી અસરગ્રસ્તોને સહાય માટે સર્વેની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે. જેમાં જુદા જુદા વિસ્તારોમાં ટીમ ફરી રહી છે.

તે દરમિયાન જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા સાધનાકોલોની, પંપહાઉસ, પટેલ પાર્ક, જડેશ્વર પાર્ક, વ્રજ વાટીકા વગેરે વિસ્તારો કે જેનો વોર્ડ નં.૧૬માં સમાવેશ થાય છે ત્યાં ગઈકાલે સર્વેની કામગીરી કરાઈ રહી હતી ત્યારે તે ટીમમાં સાથે રહેલા જામનગર જિલ્લા પંચાયતની વાણિયા ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ ભીખુભાઈ માંડવીયા (ઉ.વ.૩૮) કામગીરી કરી રહ્યા હતા.

તે દરમિયાન સાંજે ચારેક વાગ્યે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સાથે રહેલા અન્ય કર્મચારીઓએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. હોસ્પિટલમાં પહોંચેલા કલ્પેશભાઈને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા અને પુર અસરગ્રસ્તોની સર્વેની કામગીરી દરમિયાન એક શિક્ષકના હૃદયરોગના હુમલાથી મૃત્યુના અહેવાલ ફરી વળતા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું.

ઉચ્ચ અધિકારીઓ જી.જી. હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યારે અન્ય શિક્ષકો પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ કરી હતી. આ બનાવે ભારે ગમગીની પ્રસરાવી છે.

સદ્ગત કલ્પેશભાઈ માંડવીયાને વોરિયર તરીકે ગણી તેમના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.૨૫ લાખ વળતર પેટે ચૂકવી આપવાની માગણી કરવામાં આવી છે. બનાવની જાણ થતાં જામનગર શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા તેમજ અન્ય અગ્રણીઓ પણ જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh