Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: હાલામાં ચોમાસાની ઋતુ દરમિયાન તાજેતરમાં અતિભારે વરસાદ થવાથી ખેડૂતોને જમીન ધોવાણ, પાક ધોવાણ અને પાકમાં રોગ આવવાના પ્રશ્નો જોવા મળ્યા છે. આ રોગના નિયંત્રણના ભાગ રૂપે કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય ખેતી પાકોને નુક્સાનીથી બચાવવા માટે અત્રે જણાવ્યા અનુસાર પગલાં લેવા માટે જામનગર જિલ્લાના તમામને જણાવવામાં આવે છે.
જે અનુસાર ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આજુબાજુના કૂવા કે બોરના પાણી ઉલેચીને જમીનમાં ભરાયેલા પાણીનું તળ નીચું બેસાડવું જોઈએ, જેથી પાણી લાગી ગયેલા પાકનું પાણી ઓછું થશે. ધોરિયા પદ્ધતિથી પાણી આપીને પાલાર પાણી ઉતારવાથી જમીન કડક/કઠણ થવાથી રોગનું પ્રમાણ ઘટશે. તમામ પાકોમાં એક વીઘા (૧૬ ગુંઠા) માં ૧ કિલોગ્રામ કોપર ઓક્સીક્લોરાઈડ, ૧ કિલો સલ્ફર ૮૦ ટકા વે.પ., ૩૦૦ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવાનું મિશ્રણ તૈયાર કરીને જમીનમાં ડ્રેન્ચિંગ પદ્ધતિથી થડ પાસે પીવડાવું જોઈએ. કઠોળ વર્ગ સિવાયના પાકોમાં ઉપરોક્ત ટ્રીટમેન્ટ આપવાની સાથે પાકને એમોનિયમ સલ્ફેર ખાતર ૧ર થી ૧પ કિલોગ્રામ પ્રતિ વીઘા (૧૬ ગુંઠા) મુજબ જમીનમાં આપવું જોઈએ.
ઉપરોક્ત માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક તમામ ખેડૂતોએ કામગીરી હાથ ધરવાની રહેશે. જો સમસ્યા જટિલ જણાય તો જે તે નજીકના વિસ્તારના ગ્રામ સેવકશ્રી, કૃષિ અધિકારીશ્રી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial