Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: બ્રહ્મ કર્તવ્ય અને બ્રહ્મસમાજના સેવાકીય કાર્યોના ઉત્થાન અર્થે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અને બ્રાહ્મણોનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પરિપૂર્ણ કરવા અર્થે રાષ્ટ્રીય પરશુરામ સેના રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, ત્યારે બચત અને રોકાણ સંદર્ભે મૂળભૂત મુદ્દાઓ ક્યાં ધ્યાનમાં લેવા એ અંગેનો એક જાગૃતિ કાર્યક્રમ તેમજ ગુજરાતમાં પદાધિકારીઓના અભિવાદન સમારોહનું રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા જામનગરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વેરાવળ સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆતે અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સલાહકાર નિખિલભાઈ ભટ્ટ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. સંગઠનની સંરચનાના ભાગરૂપે બ્રહ્મઅગ્રણી અજયભાઈ જાની, ડી કે ભટ્ટ, જીટીપીએલ જામનગર એડિટર જયેશભાઈ રૂપારેલીયાની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નરેન્દ્ર પારાશર, ગુજરાત મહિલા અધ્યક્ષ આશાબેન જોશી, સૌરાષ્ટ્ર મહિલા અઘ્યક્ષ શ્રીમતિ દર્શા જોશી, સૌરાષ્ટ્ર અધ્યક્ષ એન ડી ત્રિવેદી દ્વારા નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય પ્રદાન કરી આ તબક્કે સૌરાષ્ટ્ર પ્રભારી મિત્તલ શુક્લા, સૌરાષ્ટ્ર ઉપાઘ્યક્ષ અવની ત્રિવેદી, રેખાબેન જોશી દ્વારા સંગઠિત ટીમ જામનગર જિલ્લા અધ્યક્ષ રૂપલ ઠાકર, ઉપાધ્યક્ષ શોભના ત્રિવેદી, કાજલ જોષી, શિલ્પા જોષી, હર્ષા જાની, નીતા વાઢીયા, સચિવ જ્સ્મિના ત્રિવેદી, ઉપસચિવ ઉર્વી જોષી, ઇલા જાની, હેમા જોષી, વિપુલા ડી. કપટા, મેઘના જોષી, સંગઠન મંત્રી ભાવિકા જોષી, કૃષ્ણા શુક્લા, સંગઠન મહામંત્રી ચેતના જોષી, જીજ્ઞાસા ત્રિવેદી, અંકિતા ઠાકર, કારોબારી સદસ્ય લતા ઓઝા, સ્વાતિ ઓઝા, નયના મેહતા, જાનવી જોષી, વીણા ભટ્ટ, રાધિકાબેન ત્રિવેદી, નેહા દવે, ડો. નીરુ દવે, શિલ્પા ભટ્ટ, આશા ભટ્ટ, માલા ઠાકર અને મહિન્તા ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી હતી.
જામનગર શહેર પ્રભારી તરીકે અવની ત્રિવેદી, અધ્યક્ષ રેખાબેન જોષી, ઉપાધ્યક્ષ જયશ્રી જોષી, ભૂમી પંડ્યા, રીના ત્રિવેદી, રાજેશ્વરી ત્રિવેદી, ડો. સોનલ જોષી, સચિવ ભદ્રા શર્મા, ઉપસચિવ સુનીતા પુંજાણી, ફાલ્ગુની પાઠક, શિલ્પા જોષી, હીના જોષી, સંગઠન મંત્રી નીલમ વ્યાસ, ખુશી પુરોહિત, સંગઠન મહામંત્રી બીના શાસ્ત્રી, જાગૃતિ મેહતા, કૃપાલી રાવલ, કારોબારી સદસ્ય કીર્તિ ત્રિવેદી, હેમા ભટ્ટ, નિશા દવે, ગીતા ઠાકર, હર્ષા રાવલ, રક્ષા મહેતા, દીના વ્યાસ, શિવાંગી જોષી, ધર્મિષ્ઠા ઠાકર, શીત લ દવે, કોમલ ત્રિવેદી અને ઊર્મિ ઠાકરની નિમણૂક કરવામાં આવી હતી.
અતિથિ વિશેષ શ્રીમતિ સેજલબેન ભટ્ટની શુભેચ્છા સંદેશ સાથે આમંત્રિત મહેમાનોમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, પૂર્વ કોર્પોરેટર હર્ષિદાબેન પંડ્યા, ભાજપ જામનગર સંગઠન મંત્રી મોનિકાબેન વ્યાસ, વોર્ડ પ્રમુખ અલ્કાબેન પંડ્યા, ભારતીબેન પુરોહિત, હોમગાર્ડ મહિલા કમાન્ડર પ્રેક્ષાબેન ભટ્ટ તેમજ ડો. પૂર્વીબેન વ્યાસ, નિલેશ ત્રિવેદી તેમજ અમિત બુદ્ધદેવ દ્વારા શુભેચ્છાઓ સાથે કાર્યક્રમના વિશેષ ભાગરૂપે યુવા પાંખની પણ નિમણૂંક કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય પરશુરામ સેના - સૌરાષ્ટ્ર યુવા પાંખના અઘ્યક્ષ તરીકે જીતેન્દ્ર ભટ્ટ, જામનગર યુવા પ્રમુખ બિપીન લુણાવીયા, જામનગર જિલ્લા પ્રમુખ કીર્તિ દવે, જામનગર જિલ્લા પ્રભારી ભરતભાઈ પંડયા, સૌરાષ્ટ્ર પ્રભારી કિર્તીભાઈ કલ્યાણી, જામનગર શહેર પ્રભારી હિતેષભાઈ શુકલાની નિમણૂક કરવામાં આવી હતી. તેમ ગુજરાત પ્રદેશ મીડીયા ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ઠાકર, પૂનમ દવે, ચાંદનીબેન ઠાકરની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial