Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદના પગલે વીજપોલ ધરાશાયી થતા
સુરજકરાડી તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા વરસાદના પગલે વીજપોલ પડી જતા તેની માઠી અસર વીજ સપ્લાય પર પડી છે. હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ એકાએક સુરજકરાડીના ઉદ્યોગનગર અને આરંભડામાં સવારથી જ વીજળી ગુલ થઈ ગઈ હતી અને મોડી સાંજ સુધી વીજળી ન આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ પુરવઠો બંધ થવાની કોઈ આગોતરી જાણકારી આપવામાં આવી ન હોવાથી આમ નાગરિકો સાથે બેકરી, આઈસ્ક્રીમ સહિતના ધંધાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. આથી વીજ પુરવઠો વારંવાર ખોરવાય જવાની સમસ્યામાંથી રાહત અપાવવા માટે વીજતંત્ર સમક્ષ લોકમાંગ ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial