Advertisement
Author: નોબત સમાચાર

આમરા ગામમાં યુવાનની હત્યા કરવાના આરોપમાં બે બંધુની કરી પોલીસે ધરપકડ

હુમલાના બનાવમાં હત્યાની કલમનો થયો ઉમેરોઃ

જામનગર તા. ૩: જામનગરના આમરા ગામમાં ગઈ તા.૨૧ના દિને બેડ ગામના યુવાન પર બે બંધુએ કોઈ કારણથી ધોકા વડે હુમલો કરી માર માર્યાે હતો. ઘવાયેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બંને આરોપીને પોલીસે દબોચી લીધા છે.

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા બેડ ગામના અભય અશોકભાઈ લાલવાણી (ઉ.વ.૧૮) નામના યુવાન ગઈ તા.૨૧ના દિને આમરા ગામમાં પોતાના એક મિત્રને મળવા માટે આવ્યા હતા.

આ વેળાએ કોઈ કારણથી આમરા ગામના જીતેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે જીતુ તથા તેના ભાઈ નરેન્દ્રસિંહ ઉર્ફે નયન ગંભીરસિંહ જાડેજા સાથે અભયને કોઈ બાબતે ઝઘડો થયા પછી ધોકાથી અભયને માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની ફરિયાદમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યાે હતો.

આ ગુન્હાના બંને આરોપીને ગઈકાલે સિક્કા પોલીસે પકડી પાડ્યા છે. તેઓને રિમાન્ડની માગણી સાથે આજે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh