Advertisement
Author: નોબત સમાચાર

જુના રેલવે સ્ટેશનની જમીનની માપણી સામે સ્થાનિકોનો વિરોધઃ અધિકારીઓ સાથે બોલાચાલી

મહિલા કોંગી કોર્પોરેટરે માનવ સાંકળ રચી

જામનગર તા. ૩: જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જગ્યામાં ગઈકાલે રેલવે અધિકારીઓ જમીન માપણી માટે પહોંચ્યા હતાં ત્યારે કોંગી કોર્પોરેટર દ્વારા સ્થાનિકોની ઉપસ્થિતિમાં માનવ સાંકળ બનાવી કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

આ સમયે રેલવેની ટીમ સાથે કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સાથે ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી. આ સમયે રચનાબેને જણાવ્યું હતું કે, આ જમીન માપણી કામગીરી ગેરવ્યાજબી છે. આ જમીન બાબતે કેસ પણ ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ રેલવે પોતાના સ્ટાફ ક્વાર્ટસવાળી જગ્યામાં દીવાલ બનાવનાર છે. જેનાથી ત્યાં પાછળના વિસ્તારમાં રહેતા લોકોને અવરજવર માટે મુશ્કેલી સર્જાનાર હોવાથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા રેલવેની ટીમ કામગીરી વગર જ પરત ફરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh