Advertisement
Author: નોબત સમાચાર

અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે વળતરની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ઓખા મંડળ માલધારી સમાજ દ્વારા

ઓખામંડળ માલધારી સમાજ દ્વારા પ્રાંત કચેરીએ તાજેતરમાં થયેલા ભારે વરસાદમાં માલધારી સમાજને મોટા પ્રમાણમાં પશુઓના જાનમાલને નુકસાન થયેલ હોવાનું જણાવી માલધારી સમાજને થયેલ નુકસાની અંગે વળતર આપવા માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માલધારી સમાજની રજુઆતમાં હાલના વરસાદમાં મોટા પ્રમાણમાં ગાય, ભેંસ, ઘેટા, બકરાને ઘાસચારાના અભાવે તેમજ વરસાદી પાણીમાં તણાઈ જવાના તેમજ રોગચાળાના કારણે મૃત્યુ થયેલ હોવાનું જણાવી તેઓની રોજીરોટીનું એકમાત્ર સાધન પશુપાલન હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બની હોવાનું જણાવી યોગ્ય વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh