Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈકો ફ્રેન્ડલી ઉજવણીઃ આઠ વર્ષથી ગિનિસ બૂકમાં મેળવ્યું સ્થાન
જામનગર તા. ૩: શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવ ર૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતા હોય છે. આ વર્ષે ગણેશ સ્થાપના તા. ૦૭-૯-ર૪ થી ૧૭-૯-ર૪ સુધી કરવામાં આવશે. આ મહોત્સવની અંદર જે મૂર્તિ બનાવવામાં આવેલ છે, તે સંપૂર્ણ રીતે પ્રદૂષણ રહિત બનાવવામાં આવેલ છે.
આ મૂર્તિ કંતાન, સફેદ કાપડ, પૂઠાં, વાંસ, રેતી, દોરા, અને અનાજ (ચોખા-૮ કિ.ગ્રા. જુવાર, પ કિ.ગ્રા., ઘઉં પ કિ.ગ્રા., બાજરી ૩ કિ.ગ્રા.)નો ઉપયોગ કરી બનાવવામાં આવેલ છે. આ ગણપતિ મહોત્સવનું આયોજન એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે સતત આઠ વર્ષથી ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આગલા વર્ષોમાં જેમ કે વર્ષ ર૦૧ર માં ૧૪પ કિ.ગ્રા.ની ભાખરી બનાવી હતી તેમજ વર્ષ ર૦૧૩ માં ૧૧૧૧૧ લાડુ વર્ષ, ર૦૧૪ માં પ૧.૬ ફૂટની અગરબત્તી તથા વર્ષ ર૦૧પ માં ફિંગર પેન્ટિંગ જેમાં ગણેશજીનું પેન્ટિંગ બનાવવ્યું હતું તેમજ વર્ષ ર૦૧૭ માં સાત ધાનનો ખીચડો બનાવી ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ એઈટ વન્ડર્સ ગ્રુપ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારના આયોજન કરવા જઈ રહ્યું છે.
આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી પપ૧ મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવામાં આવશે તેમજ ગણપતિજીને પ્રસાદરૂપી મોદક લાડુ બનાવીને ધરવામાં આવશે જે બને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે. એઈટ વન્ડર્સ ગ્રુપના કેવલસિંહ રાણા, દિલીપભાઈ વોરલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશ તથા સતીષ વાડોલીયા, પ્રિયંક શાહ, જયેશ જોશી, યોગેશભાઈ કણઝારીયા, કપિલ સોલંકી, પ્રતાપતસિંહ ચૌહાણ, ભરતસિંહ તથા જયરાજસિંહ, વિજયસિંહ, જીતુભાઈ તથા દિપકભાઈ ગઢવી, મિતેષ (બનાસા, હરિભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલભાઈ પીઠડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ શ્રી દગડું શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના આયોજકો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial