Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોટલને જૂના મીટરની ચકાસણી પછી ફટકારાયું ૧૪ લાખનું બીલ

બે મહિના પહેલાં જૂનું વીજ મીટર કરાયું હતું કબજેઃ

જામનગર તા. ૩: જામનગરની જૂની જયશ્રી ટોકિઝવાળી શેરીમાં આવેલી એક હોટલમાંથી બે મહિના પહેલાં વીજ કંપનીએ જૂનું મીટર કબજે કરી નવું મીટર મૂક્યું હતું. તે મીટરમાં ચેડા હોવાનું જણાઈ આવતા હોટલને રૂ.૧૪ લાખ ૯૮,૬૬૨નું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું છે.

જામનગરની જૂની જયશ્રી ટોકિઝ પાસે આવેલી નવાનગર હાઈસ્કૂલ નજીકની હોટલ લોયલ રેસીડેન્સીમાં ગયા જૂન મહિનામાં પીજીવીસીએલની ટીમે વીજ મીટર બદલવાની કામગીરી કરી હતી અને ત્યાં નવું મીટર મૂકી જૂનું મીટર ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું.

તે મીટરની તપાસ કરાતા તેમાં સીલમાં ચેડા હોવાનું જણાઈ આવ્યું હતું અને વીજ વપરાશ પણ નોંધાતો ન હોવાનું બહાર આવ્યું હતું તેથી મીટર ઉત્પાદક કંપનીને તે મીટર ચકાસણી માટે મોકલાયું હતું. જેનો અભિપ્રાય આવવા પામ્યો છે તેમાં આ મીટરમાં ચેડા હોવાનું ખૂલ્યું છે.

ત્યારપછી હોટલ લોયલ રેસીડેન્સીને વીજ કંપની દ્વારા રૂ.૧૪,૯૮,૬૬૨નું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh