Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસેક દિવસ પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૩: જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ખાવડી નજીક પાયલ હોટલ પાસે દસેક દિવસ પહેલાં એક બાઈક સ્લીપ થતાં મૂળ મોટી ખાવડી ગામના વતની વિપ્ર યુવાન ગંભીર ઈજા પામ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મોટી ખાવડી ગામના વતની અને હાલમાં નાઘેડી પાસે ગ્રીનવીલા સોસાયટીમાં વસવાટ કરતા મહેન્દ્રભાઈ કાળુભાઈ મથ્થર (ઉ.વ.૩પ) નામના વિપ્ર યુવાન ગઈ તા.રરની રાત્રે પોતાના મિત્રનું જીજે-૧૦-ઈએ ૬૭રર નંબરનું બાઈક લઈને મોટી ખાવડીથી નાઘેડી આવવા માટે નીકળ્યા હતા.
માર્ગમાં મોટી ખાવડીથી આગળ પાયલ હોટલ નજીક તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે કોઈ રીતે બાઈક પરનો કાબૂ ગૂમાવી દેતા મહેન્દ્રભાઈનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા કાળુભાઈ ખેરાજભાઈ મથ્થરે પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે બીએનએસ તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial