Advertisement
Author: નોબત સમાચાર

મોડપર-જશાપર માર્ગે રેલવે ફાટકને નુક્સાનઃ સાંસદને કરાઈ રજૂઆત

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે

 જામનગર તા. ૩: જામનગર જિલ્લામાં ભારે અતિવૃષ્ટિના કારણે વ્યાપક નુક્સાન થવા પામ્યું છે. લાલપુરના મોડપર-જશાપર રોડ પરનું રેલવે ફાટકવાળો પુલ તૂટી ગયો છે. ગ્રામજનો દ્વારા હાલ આડશ-ટેકો આપવામાં આવ્યો છે. જો આ પુલ ઉપરથી ટ્રેન પસાર થશે તો અકસ્માતની શક્યતા છે. આથી આ ફાટકની હાલ કામચલાવ અને પછી કાયમી ધોરણ માટે મરામત કરવી જોઈએ.

હાલ આ ફાટકના અન્ડર પાસમાં પાણી ભરાયા છે. આથી અવરજવર થઈ શકતી નથી. આથી હંગામી ધોરણે વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગે ભાજપના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કે.બી. ગાગિયાએ સાંસદ પૂનમબેન માડમ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh