Advertisement
Author: નોબત સમાચાર

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોમાં: કામગીરીના મોનીટરીંગની સમિક્ષા

ભારે વરસાદ પછી જનજીવન થાળે પાડવા

જામનગર તા. ૩: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જામનગરના વિવિધ ગામોમાં મુલાકાત લીધી હતી, અને આરોગ્ય સર્વે, સફાઈ કામગીરી અને વિવિધ કામગીરીના મોનીટરીંગની સમિક્ષા કરવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં ભારે વરસાદ પછી જનજીવન થાળે પાડવા માટે તમામ વિભાગો દ્વારા સુચારૂ ઢબે કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને મુલાકાત અને કામગીરી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, જિલ્લા એમ.પી.એચ.એસ. વી.પી. જાડેજા તથા ડી.આઈ.ઈ.સી.ઓ નિરજ મોદીની ટીમ દ્વારા જિલ્લાના મોટી ખાવડી, પડાણા, મેઘપર, કાનાલુસ વિસ્તારોમાં અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સર્વે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત, પ્રાઈવેટ ડોક્ટરો સાથે મુલાકાત અને પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામ વગેરે આવશ્યક કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. તેમના દ્વારા તાલુકા કક્ષાના આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh