Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિવારે બપોરે લલોઈ પાસે બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૩: કાલાવડના લલોઈ ગામમાં દેવીપૂજક માતા-પુત્રએ રવિવારે બપોરે વિષપાન કરી લીધુ હતું. બંનેના સારવાર મળે તે પહેલાં મૃત્યુ નિપજ્યા હતા. ત્યારપછી મૃતક મહિલાના પતિએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં ખૂલ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે રવિવારે બપોરે રસોઈ બાબતે બોલાચાલી થયા પછી માઠું લગાડી આ મહિલા પુત્ર સાથે ઘરેથી નીકળી ગયા પછી તેઓએ જિંદગીનો અંત આણ્યો છે.
કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં દેવીપૂજકવાસમાં રહેતા હર્ષિદાબેન મેરૂભાઈ સાડમીયા (ઉ.વ.૩પ) નામના મહિલા રવિવારે બપોરે પોતાના અગિયાર વર્ષના પુત્ર મયુર સાથે ઘરેથી રીસાઈને નીકળી ગયા હતા.
ત્યારપછી લલોઈથી ગલપાદર ગામ તરફ જવાના રસ્તા પર પહોંચીને હર્ષિદાબેન તથા મયુરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. માતા-પુત્રને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા હર્ષિદા બેનના પતિ મેરૂભાઈ બાઘુભાઈ સાડમીયાએ પોલીસને જાણ કરી છે. દોડી આવેલા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના જમાદાર એન.કે. છૈયાએ તેઓનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ રવિવારે બપોરે હર્ષિદાબેન તથા મેરૂભાઈ વચ્ચે રસોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતનું માઠું લાગી આવતા હર્ષિદાબેન પોતાના પુત્ર મયુર સાથે ઘરેથી રીસાઈને નીકળી ગયા પછી તેણીએ પુત્ર સાથે વિષપાન કરી જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial