Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાઆરતી-થાળ-દિપમાળાના દર્શન કરી શહેરની ધર્મપ્રેમી જનતાએ ધન્યતા અનુભવીઃ
છોટીકાશી તરીકે વિખ્યાત એવા જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અને સોમવતી અમાસના શુભ સંગમના પર્વે શીવાલયોમાં શીવજીને આબેહુબ શણગાર કરવામાં આવ્યા હતાં. શહેરના તમામ શીવ મંદિરોમાં ભગવાન શીવજીનો શણગાર કરવામાં આવ્યો હતો. મહાઆરતી, થાળ, ભોગ, દિપમાળા સહિત વિવિધ શણગારો યોજાયા હતા અને શહેરની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જામનગરમાં આવેલા કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરમાં ભગવાન શીવજીને સોનાના વરખનો શણગાર કરવામાં આવ્યો હતો અને એક કલાકથી પણ વધારે ૧૦૮ દિવાની મહાઆરતી યોજાઈ હતી અને રાત્રીના ૧ર વાગ્યા સુધી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પંચેશ્વર ટાવર પાસે આવેલા ભીમાશંકર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં શીવજીને શણગાર સજવામાં આવ્યા હતાં. કોઈ મંદિરોમાં મંડળ ભરાયા તો ક્યાંક અમરનાથની ઝાંખી યોજવામાં આવી, સોમનાથ મહાદેવના મંદિરમાં તાંડવ નૃત્યના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. હાટકેશ્વર મહાદેવના મંદિરમાં શીવ વિવાહની ઝાંખીના દર્શન થયા. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial