Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ગણેશચતુર્થીએ સતત ૧પ મા વર્ષે
જામનગર તા. ૩: જામનગરની જાણીતી સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતી ઓપન સૌરાષ્ટ્ર લાડું (મોદક) આરોગવાની સ્પર્ધાનું સતત ૧પ મા વર્ષે પણ આગામી તા. ૭-૯-ર૦ર૪ ના શનિવારે ગણેશ ચતુર્થીના સવારે ૧૧ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા અંગે વધુ વિગતો આપતા પ્રોજેક્ટ ચેરમેન વિજયભાઈ ત્રિવેદીએ જણાવેલ છે કે, લાડું એ ભારતીય ભોજન પ્રણાલીનું અભિન્ન અંગ છે. આજના ફાસ્ટ ફૂડના યુગમાં લોકો ખાસ કરીને યુવા વર્ગ આવા શુદ્ધ અને આરોગ્યપ્રદ ભોજનથી વિમુખ થયા છે. ભારતીય ભોજન પ્રણાલી લોકો ફરી અપનાવે તેવી અપેક્ષા સાથે છેલ્લા ૧૪ વર્ષથી બ્રહ્મ સોશ્યલ ગ્રુપ ગણેશ ચતુર્થીના ભગવાન ગણપતિને પ્રિય મોદક આરોગવાની સ્પર્ધા યોજે છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી સ્પર્ધકો આ સ્પર્ધામાં ઉમળકાભેર ભાગ લે છે.
આ વર્ષે પણ આ સ્પર્ધા ત્રણ વિભાગ (૧) મહિલા વિભાગ (ર) પુરુષ વિભાગ અને (૩) બાળકોનો વિભાગમાં યોજાશે, અને બાળકોના વિભાગમાં સંખ્યા વધુ થશે તો બાળકો અને બાળાઓ માટે અલગ અલગ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં દર વર્ષની જેમ શુદ્ધ ઘી ના ૧૦૦ ગ્રામના લાડું સાથે ગરમાગરમ દાળ પીરસવામાં આવશે. સ્પર્ધા શ્રી ગિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર રોડ, ગીરનારી પાન સામે યોજાશે. દરેક વિભાગમાં વિજેતાઓને આકર્ષક ઈનામો તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ મેળવવા માટે (૧) ઠાકર બુક સ્ટોર્સ, આશાપુરાના મંદિર સામે, દરબારગઢ રોડ, (ર) બ્યુટી વર્લ્ડ, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી સામે, ખંભાળિયાના નાકા બહાર, દ્વારકાપુર રોડ, (૩) શ્રી ગણેશ મેડિકલ એન્ડ એજન્સી, ૮, વૃજ એપાર્ટમેન્ટ, પોલીસ હેડ ક્વાર્ટર્સ સામે, શરૂસેક્શન રોડ, (૪) શ્રી આર્ટ ડિજિટલ સ્ટુડિઓ, વિકાસગૃહ ચોક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સામે અથવા સંસ્થાના મંત્રી મનિષભાઈ રાવલ મો. ૯૮ર૪ર ૮૦૬૪૮ પર વોટ્સએપ મેસેજ કરી પ્રાપ્ત કરી તા. પ-૯-ર૦ર૪ સુધી પરત કરવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial