Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં ભૂચરમોરીના મેળામાં તંત્રએ પરવાના વગરના ફજેત ફાળકા કરાવ્યા બંધ

મનોરંજક સાધનો, સ્ટોલ સાથે હજારો લોકો માણે છે મેળો

જામનગર તા. ૩: જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ભૂચર મોરી મેદાનમાં શરૂ થયેલ મેળો જરૂરી પરવાનગી નહીં હોવાથી બંધ કરાવી દેવાયો છે. માત્ર રમકડા સહિતના સ્ટોલ સાથે મેળો શરૂ થયો છે. ધ્રોલ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક ભૂચર મોરી મેદાનમાં ત્રણ દિવસના લોકમેળાનો પ્રારંભ થયો છે.

લોક મેળાનું ઉદ્દઘાટન મહંતના હસ્તે કરવામાં આવ્યું હતું. ચકરડી, ફજેત ફાળકા સહિતના મનોરંજક સાધનોના જરૂરી લાયસન્સ નહીં હોવાથી ધ્રોલના મામલતદાર દ્વારા મેળો બંધ કરાવાયો હતો. એટલે કે મોટા મનોરંજક સાધનો બંધ કરાવાયા છે જ્યારે નાના મનોરંજક સાધનો સ્ટોલ ચાલુ છે અને દરરોજ હજારો લોકો મેળાની મોજ માણી રહ્યા છે. અમુક તત્ત્વોએ પૈસા કમાવવા માટે લાયસન્સ મેળવ્યા વગર ફજેત ફાળકા શરૂ કરી દીધા હતાં પરંતુ તંત્રએ તેમનો ખેલ ઉંધો પાડી દીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh