Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જવાનોને મહિલાઓએ રાખડી બાંધતા સર્જાયા લાગણી સભર દૃશ્યોઃ
જામનગર તા. ૩: એક રાખી ફોજી કે નામ કાર્યક્રમ હેઠળ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સરહદ પર તૈનાત જવાનોને પ૦૦૦ રાખડીઓ મોકલાઈ હતી. સતત નવમા વર્ષે રક્ષાબંધન પર્વના કાર્યક્રમોમાં અનેક મહિલાઓ અને શહેરની સંસ્થાઓ જોડાયા હતાં. જામનગર આર્મી વિસ્તારમાં ડિમ્પલબેન રાવલ અને મહિલાઓએ જવાનોને રાખડી બાંધતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતાં.
ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન આ પર્વ પર બહેન તેના ભાઈના હાથ ઉપર રાખડીરૂપી રક્ષા કવચ બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે, લશ્કરમાં ફરજ બજાવતા જવાનો તેના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર દેશની રક્ષામાં તૈનાત હોય છે ત્યારે તેઓને આ પર્વ પર રાખડી મોકલવાનું બીડું જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલએ ઝડપયુ અને છેલ્લા આઠ વર્ષોથી તેઓ શહેરની મહિલાઓ અને સ્વેચ્છિક સંસ્થાઓ પાસેથી રાખડી એકઠી કરી જવાનોને મોકલે છે.
ટાઢ તાપ તડકો અને બરફના ઠંડા પ્રદેશ હોય કે ધોમધખતા તાપમાન રણપ્રદેશ હોય દેશની રક્ષા માટે ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ કાર્યરત જવાનો માટે ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફોજી કે નામ કાર્યક્રમ હેઠળ જામનગરની મહિલાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા સંસ્થાઓ પાસેથી રાખડી એકઠી કરી મોકલવામાં આવે છે, જેમાં સતત નવમા વર્ષે આ કાર્યને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે શહેરની બહેનોએ ૫૦૦૦ ઉપરાંત રાખડીઓ અને શુભેચ્છા સંદેશાઓ મોકલી આપ્યા હતા.
શહેરની મહિલા અને મહિલા સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવેલ રાખડીઓ અને શુભેચ્છાઓ સંદેશાઓ લશ્કરના જવાનોને મોકલવામાં આવ્યા તેમજ જામનગર સ્થિત આર્મીના જવાનોને અર્પણ કરવામાં આવ્યા હતા, જામનગરના આર્મી સેન્ટરમાં યોજાયેલા રક્ષાબંધનના કાર્યક્રમમાં સેકન્ડ ઇન્ચાર્જ ઇન કમાન્ડિંગ ઓફિસર જેરીફા, મેજર સૂરજ અને સુબેદાર મેજર કે નિલમરાવ સહિત લશ્કરના જવાનોને મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તેમજ ભારત તિબેત સંઘના મહિલાઓ રીટાબેન ઝીંઝુવાડીયા, રીટાબેન દેપાણી, ધારાબેન પુરોહિત, કિરણબેન પંડ્યા, દીસીતા પંડ્યા, નીતાબેન પરમાર અને પ્રવીણાબેન કગથરા, મનિષાબેન ગજ્જર, મધુબેન પરમાર વિગેરે દ્વારા રાખડી બાંધવામાં આવી હતી, આ પ્રસંગે હાલા ર માજી સૈનિક સંઘના પ્રમુખ ભરતસિંહ જાડેજા અને અન્ય માજી સૈનિકોને પણ રાખડી બાંધવામાં આવી હતી, 'એક રાખી ફોજી કે નામ' દેશભક્તિના આ કાર્યમાં શહેરની હરિયા કોલેજ, આર.કે. શાહ, લોહાણા કન્યા છાત્રાલય, વિઝન ક્લબ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ અને ઓમ ટ્રેનીંગ સેન્ટર ભારત તિબબત સંઘ, જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ, મહિલા બ્રહ્મ સમાજ સહિતની મહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે રાખડીઓ મોકલવામાં આવી હતી, જે સેનાના જવાનોને અર્પણ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial