Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડોઃ
જામનગર તા. ૩: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧.૬ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરના આકાશમાં વાદળોની ચહલ-પહલ ઓછી થતા સૂર્યનારાયણે દેખા દેતા છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. તાપમાનમાં વધારો થતા ગરમીમાં પણ વધારો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં સતત વધી રહેલા મહત્તમ તાપમાન ઉપર બ્રેક લાગી ગઈ હતી. નગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧.૬ ડીગ્રી જ્યારે ૧.ર ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું.
નગરના નભમાં વાદળોના આંટાફેરા વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહેતા ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર ડીગ્રીની રહેવા પામી હતી.
જામનગર શહેરમાં ગત્ રાત્રિથી વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. શહેરના માર્ગો ભીના થઈ ગયા છે, અને આજે હવામાન ખાતા તરફથી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલારના બન્ને જિલ્લાઓના કેટલાક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે હાલ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial