Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીની મુલાકાત-હવાઈ નીરીક્ષણ પછી માત્ર એસી ચેમ્બરમાંથી સૂચનાઓનો દોરઃ ગ્રાઉન્ડ ઝીરો પરથી નેતા-અધિકારીઓ ગાયબ
જામનગર શહેરમાં ગત સપ્તાહે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને તાકિદે સાફસફાઈ માટે તંત્રને સૂચનો કર્યા હતાં. ત્યાર પછી જિલ્લા કલેકટર દ્વારા પણ બેઠક યોજી અને શહેરમાં ગંદકી, કચરા સાફ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ બસ એસી ઓફિસમાં બેસી અને સૂચનો કરે છે પરંતુ કોઈ અધિકારી-પદાધિકારી શહેરના નગરસેવકો દ્વારા પોતાના વિસ્તારોમાં સફાઈ થાય છે કે નહીં તેની કોઈ તકેદારી જ નહીં રાખતા હોવાનું દૃશ્યમાન થાય છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં ત્યારે પણ કેટલાક નગરસેવકોને બાદ કરતાં કોઈ નગર સેવકોએ તેના વિસ્તારોમાં જઈ અને નાગરિકોને કોઈ હાલાકી પડી રહી છે કે નહીં તેની તકેદારી લીધી નથી. આ નગરસેવકો પોતાના ઘરોમાં બેસી રહી અને જનતાને તકલીફ પડી રહી છે તે સોશ્યલ મિડીયા, ટીવી ચેનલો, અખબારોમાં જોઈ રહ્યા હતાં તેમ છતાં પણ આવા નગરસેવકને તેના વિસ્તારના મતદારોની કોઈ પરવાહ ન હોય તેવું વર્તન સામે આવ્યું છે લોકોમાં પણ આ જ વાતો ચર્ચાઈ રહી છે કે મત માંગવા માટે ઘરે-ઘરે ફરી અને વિનંતી કરતાં આ નગરસેવકો લોકોને હાલાકી પડી રહી છે ત્યારે ક્યાં છે...? અમુક નગરસેવકો દ્વારા પૂરગ્રસ્ત લોકોની મદદ કરવામાં આવી હતી. અત્યારે શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગલાઓ પડયા છે. જામનગરની જી.જી. હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ હિંમતનગર પાસે કે જ્યાં થી ઈમરજન્સી વોર્ડ તરફનો રસ્તો છે ત્યાં જ ગંદકીના થર જામેલા છે જો હોસ્પિટલ પાસે જ સફાઈ ના થતી હોય તો બિમાર લોકોને વધુ બિમારીનો સામનો કરવો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં એક બિલ્ડીંગની બહાર અહીં કચરો ફેકવા પર પ૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવા બેનરો માર્યા છે ત્યાં જ કચરાના ઢગલાઓ છે. અન્ય વિસ્તારોમાં જ્યાં કચરા પેટીઓ મુકવામાં આવી છે કાં તો તે ભરાઈ ગઈ હોય છે અને તેની આસપાસ પણ એટલો કચરો જોવા મળે છે. જામનગરના અધિકારી-પદાધીકારીઓએ તાકીદે શહેરની સાફસફાઈ કરવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. ગુજરાતના ગૃહમંત્રી વડોદરાની ત્રણ-ત્રણ વખત મુલાકાત લે છે અને સાફસફાઈ અને શહેરને ફરી સુંદર બનાવવા વિવિધ વિસ્તારોમાં લોકો સાથે મુલાકાત કરે છે તો જામનગર શહેરમાં પણ કોઈ મંત્રી-ઉચ્ચ અધિકારી દ્વારા આવા વિસ્તારોની જાત મુલાકાત લઈ અને તંત્ર તેમજ જામ્યુકોના અધીકારી-પદાધિકારી, તમામ વિસ્તારના નગરસેવકોને સૂચનો કરવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial