Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ પત્તાપ્રેમી પલાયન થઈ ગયાઃ રોકડ, મોબાઈલ સહિત રૂ.૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે:
જામનગર તા. ૩: જામનગરના બાલાજી પાર્ક, ગોકુલનગર, મયુર વીલા, ગણેશ વાસ, પાણાખાણ તેમજ દ્વારકેશ સોસાયટી અને લાલપુર શહેર તથા ધુનધોરાજી, મેડી ગામમાં ગઈકાલે પોલીસે જુગાર પકડવા પાડેલા ૧૦ દરોડામાં ૪૧ શખ્સ અને પાંચ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા. ત્રણ નાસી છૂટવામાં સફળ થયા હતા. તમામ સ્થળેથી કુલ રૂપિયા બેએક લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરની ડિફેન્સ કોલોની પાસે બાલાજી પાર્ક-ર માં ગઈરાત્રે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. ગંજીપાના વડે જુગાર રમી રહેલા ભગીરથસિંહ હરૂભા જાડેજા, હુસેન વલીમામદ સુમરાણી, ગિરીશભાઈ પાલાભાઈ વારસાકીયા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૦,૨૮૦ રોકડા પોલીસે કબજે કર્યા છે.
ગોકુલનગર રડાર રોડ પર નવાનગર શેરી નં.૩માં ગઈ રાત્રે તીનપત્તી રમતા જેસા જેઠાભાઈ લગારીયા, જયેશ નેભાભાઈ લગારીયા, ગોવિંદ જેસાભાઈ લગારીયા, ધાના હાજાભાઈ આંબલીયા નામના ચાર શખ્સ રૂ.૧૦,૫૦૦ રોકડા સાથે ઝડપાયા હતા.
જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે મયુર વીલા સોસાયટી નજીક ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હરદીપ બારડ, કાસમ બ્લોચને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી તથા સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ચેતન ગોવિંદભાઈ મકવાણા, ડાયાલાલ રામજીભાઈ ગોરડીયા, રણછોડભાઈ જેઠાભાઈ પરમાર, સતિષ રાજાભાઈ સાગઠીયા, મુળજી પાલાભાઈ સાગઠીયા, પ્રવીણ કરશનભાઈ પરમાર, ભાવેશ નાથાભાઈ સાગઠીયા નામના સાત શખ્સ રૂ.૯૪,૭૦૦ રોકડા તથા પાંચ મોબાઈલ સાથે ઝડપાઈ ગયા હતા.
શંકરટેકરી પાસે ગણેશ વાસમાં ગઈરાત્રે રોનપોલીસ રમતા વિવેક કાંતિભાઈ કબીરા, નયન અરવિંદભાઈ મકવાણા, મયુર વિનોદભાઈ પરમાર, કિરણભાઈ સુરેશભાઈ મકવાણા, સન્ની ધર્મદાસ પરમાર, રવિ કાળુભાઈ પરમાર નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે પરેશ ઉર્ફે રીષી જયંતિભાઈ પુરબીયા નામનો શખ્સ નાસી ગયો હતો. પટમાંથી રૂ.૧૪,૮૯૦ કબજે થયા છે.
જામનગરના ગોકુલનગર પાણાખાણમાં ગઈકાલે સાંજે ઉદ્યોગનગર પોલીસચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે હે.કો. એમ.એમ. જાડેજા, ધર્મેશ મોરી, જયપાલ સિંહને મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમતા સુનિલ જીવાભાઈ ડાભી, વિશાલ અશોકભાઈ મકવાણા, પિન્ટુ બિટેશ્વર ચૌધરી, સુનિલરાય ગુરૂચરણરાય, જામવન ત્રિભુવન ગોણ નામના પાંચ શખ્સ રૂ.૧૦,૪૦૦ સાથે મળી આવ્યા હતા.
જામનગર તાલુકાના મેડી ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા શૈલેષ વિનુભાઈ ગોહિલ, હેમત રમેશભાઈ ગોહિલ, મુકેશ કેશવજીભાઈ ભાલોડીયા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે રવિ રમેશભાઈ ગોહિલ, કિરણ કાનજીભાઈ ગોહિલ નામના બે શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૫૪૭૦ ઝબ્બે લીધા છે.
મેડી ગામમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં રમેશ દયાળજીભાઈ વડગામા, પ્રેમજીભાઈ મેઘજીભાઈ ગોહિલ, નયન રમેશભાઈ ગોહિલ નામના ત્રણ શખ્સ રૂ.૩,૨૬૦ રોકડા સાથે મળી આવ્યા હતા.
જામનગર નજીકના દરેડ પાસે પ્રણામી ટાઉનશીપ પાછળ દ્વારકેશ સોસાયટીમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા પૂનમબેન મુકેશભાઈ સગેસરીયા, રમાબેન વિજયભાઈ રાંદલપરા, રેખાબેન મનિષભાઈ પરમાર, મીનાબેન જીતુભાઈ મકવાણા, વનીતાબેન જતીનભાઈ ઠાકોર નામના પાંચ મહિલા રૂ.૧૬૪૨૦ સાથે પોલીસના દરોડામાં પકડાયા હતા.
લાલપુરની પ્રગટેશ્વર સોસાયટીમાં ગઈરાત્રે ગંજીપાના કૂટી રહેલા જયેશ ભગવાનજી ભેંસદડીયા, સુરેશ અશોકભાઈ ગામી, કેશુભાઈ જીવાભાઈ હાજાણી, પ્રવીણ જીવાભાઈ રીણીયા, અશોક લક્ષ્મણભાઈ ગામી નામના પાંચ શખ્સ રૂ.૧૦,૧૪૦ સાથે પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા.
કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં ગઈરાત્રે જુગાર રમતા મુકેશ નાથાભાઈ પરમાર, કિશોર વસરામભાઈ સોલંકી, લખમણ બાબુભાઈ મુછડીયા, પ્રવીણ ચનાભાઈ ચંદ્રપાલ, રમણીકભાઈ દેવાભાઈ ખીમસુરીયા નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ.૧૧,૬૦૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial