Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાના પિતા-પુત્ર સામે રૂા.૮૬ લાખના વ્યાજ વટાવની ફરિયાદમાં આગોતરા મંજૂર

ભાટીયાના જ આસામીએ નોંધાવી હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૫: કલ્યાણપુરના ભાટીયા ગામના એક આસામીએ રૂા.૮૬ લાખ ૫૦ હજારના વ્યાજ અંગે ભાટીયાના એક શખ્સ તથા તેના પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસમાં બંને આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા અરજણભાઈ જીવાભાઈ આંબલીયાને ધંધા માટે પૈસાની જરૂર પડતા તેઓએે ભાટીયાના મનસુખભાઈ હરીદાસ દાવડા પાસેથી રૂા.૧૦ લાખ માંગ્યા હતા. આ વેળાએ મનસુખભાઈ અને તેના પુત્ર પ્રતિકે પૈસા સામે બે ટકા વ્યાજ અને બાહેંધરીમાં ચેક આપવાનું કહ્યું હતું. તેથી રૂા.૧૦ લાખ મેળવી અરજણભાઈએ બે ચેક સહી કરીને આપ્યા હતા.

ઉપરોક્ત રકમમાંથી વ્યાજ સાથે રૂા.૧૫ લાખ ચૂકવી અપાયા હોવા છતાં અરજણભાઈને તેમના ચેક પાછા આપવામાં આવ્યા ન હતા અને તે દરમિયાન ફરીથી પૈસાની જરૂર પડતા રૂા.પ લાખ મનસુખભાઈ પાસેથી બે ટકાના વ્યાજે તેઓએ મેળવ્યા હતા. ત્યારે પણ મનસુખભાઈ અને પ્રતિકે ચેક લીધો હતો. બીજા વર્ષે વધુ રૂા.૯ લાખની જરૂર પડતા અરજણભાઈએ બે ટકાના વ્યાજે તે રકમ લઈ બે ચેક આપ્યા હતા. આ જ વર્ષમાં વધુ રૂા.૧૦ લાખ ઉછીના મેળવી તેની સામે પણ બે ચેક અરજણભાઈએ આપ્યા હતા.

બે વર્ષ વીત્યા પછી રૂા.૨૦ લાખ અરજણભાઈએ પરત આપી દીધા હતા અને ત્યારપછી વધુ રૂા.૧૫ લાખ આપવામાં આવ્યા હતા. આમ છતાં દર મહિને રૂા.૮૦ હજાર વ્યાજ પેટે માંગી મનસુખભાઈ અને પ્રતિકે રૂા.૬ લાખ અને રૂપિયા સાડા છ લાખ બાકી છે તેવો હિસાબ આપ્યો હતો. તેની સામે કુલ રૂા.૪૦ લાખ હાથઉછીના લઈ રૂા.૭૪ લાખ ચૂકવ્યા છે તેમ છતાં હજુ રૂા.૮૫ લાખ કેમ આપવાના છે તેમ પૂછતા આ રકમની માગણી કરી બંને પુત્ર-પિતાએ ધમકી આપી હતી.

દર મહિને રૂા.૫૦ હજાર લેખે રૂા.સાડા બાર લાખ વ્યાજ પેટે ચૂકવી આપવામાં આવ્યા છતાં બંને પિતા-પુત્રએ ૧૨ ચેક પાછા આપ્યા ન હતા અને વધુ રૂા.૭૨ લાખ ૫૦ હજારની માગણી કરવામાં આવી હતી. તે દરમિયાન બે ચેક બેંકમાં રજૂ કરી અરજણભાઈને તે ચેક પરત ફર્યાની નોટીસ આપવામાં આવી હતી. આથી બંને સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં અરજણભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આગોતરા જામીન કરાવવા મનસુખભાઈ દાવડા અને પ્રતિક દાવડાએ અદાલતમાં અરજી કરતા અદાલતે બંનેને રૂા.૧૫ હજારના આગોતરા જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોગનરા, વી.એમ. પંચમતીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh