Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારીએ મામલતદારનો આદેશ યથાવત રાખ્યોઃ
જામનગર તા. ૧૫: લાલપુરમાં આવેલી ખેતીની એક જમીનમાં આવવા-જવાનો રસ્તો બંધ કરાતા મામલતદાર કોર્ટમાં દાવો કરાયો હતો. તે રસ્તો ખોલી આપવા મામલતદારે હુકમ કર્યાે હતો. તે હુકમ સામે પ્રાંત અધિકારી સમક્ષ રીવીઝન કરાઈ હતી. તે રીવીઝન રદ્દ કરાઈ છે.
લાલ૫ુરમાં આવેલી સર્વે નં.૮૩૪વાળી ખેતીની જમીનમાં આવવા-જવાનો વર્ષાે જૂનો રસ્તો બંધ કરી દેવાતા હસમુખભાઈ ભાલોડીયા સહિતના ૧૩ વ્યક્તિએ મામલતદારની કોર્ટમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં મામલતદારે તેમની અરજી મંજૂર કરી બંધ કરાયેલો રસ્તો ચાલી કરી આપવા હુકમ કર્યાે હતો. તે હુકમ સામે પ્રાંત અધિકારીની કોર્ટમાં રીવીઝન કરવામાં આવી હતી.
તે અરજી ચાલી જતાં પ્રાંત અધિકારીએ મામલતદાર દ્વારા કરવામાં આવેલા હુકમને યથાવત રાખી રીવીઝન નામંજૂર કરી છે. અરજદારો તરફથી વકીલ લાલપુરના પ્રફુલ પી. કરંગીયા, કુંભાભાઈ એમ. કરંગીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial