Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સમાન કામ-સમાન વેતન'ના મુદ્દે
જામનગર તા. ૧૫: રાજ્ય સરકારના કર્મચારીઓ જિલ્લા પંચાયતો હેઠળના કર્મચારીઓને પગારમાં ભેદભાવ થતો હોવાની રાવ સાથે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘે મુખ્યમંત્રી, નાણામંત્રી, પંચાયત મંત્રી સહિત સચિવાલયના ઉચ્ચકક્ષા અધિકારીઓ અને સચિવોને રજૂઆત સાથે અન્યાય દૂર કરવા માગણી કરી છે. અન્યથા આગામી સમયમાં સરકાર સામે બાયો ચઢાવવા તૈયારી આરંભી દેવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘની યાદીમાં પ્રમુખ પંકજ મોદી, મહામંત્રી સુરેશ ગામીત, મુખ્ય કન્વીનર રોહિતદાન ગઢવીના જણાવ્યા અનુસાર તા.૧૩-૮-૨૪ના સચિવાલયમાં અલગ અલગ વિભાગોમાં રૂબરૂ રજૂઆત કરતા જણાવેલ છે કે, પંચાયત સેવાના કર્મચારીઓ જેવા કે પંચાયત કલાર્ક, ગ્રામ્ય સેવક, તલાટી, મ.પ.હે.વ., ફિ.હે.વે. વેબ. ટેકનિશ્યનો, ફાર્માસ્ટીસ્ટ, નાયબ ચીટનીશ જેવી વિવિધ કેડરોના કર્મચારીઓને પાંચમા પગારપંચથી પગાર સુધારણા વખતે એક સમાન લાયકાત હોવા છતાં એક સમાન પગાર રાખેલ નથી.
રાજ્ય સરકારના કર્મચારીઓ કરતા એક પગાર સ્લેપનું સ્તર ઉપર કરી દેવાતા પંચાયત વિભાગના કર્મચારીઓને પગાર ઘટાડી દેવાતા પંચાયત સેવા વર્ગ-૩ના કર્મચારીઓ સાથે ભેદભાવ ભરી નીતિ અપનાવી હોવાનું રજૂઆતમાં રોષ સાથે જણાવેલ છે. રાજ્યના સચિવાલયના અન્ય અને રેવન્યુ વિભાગના ઓફીસ આસી. અને જુનિ. કલાર્કને ૧૯૦૦ ગ્રેડ-પે આપી બીજુ ઉચ્ચત્તર પગાર ધોરણ ૨૪૦૦ કે ૨૮૦૦ના બદલે ૪૪૦૦ કરી દેવામાં આવેલ છે. જ્યારે પંચાયત વિભાગના કલાર્ક મ.પ.હે.વ., ફિ.હે.વ., ગ્રામસેવકને અનુક્રમે ઉચ્ચત્તર પગાર ધોરણ પ્રથમ ૨૪૦૦, બીજુ ૨૮૦૦ અને ત્રીજુ ૪૨૦૦ આપી ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. આમ પંચાયત સેવા હસ્તકના ઉપરોક્ત કર્મચારીઓ જેવા કે તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, નાયબ ચીટનીશ કેડરોને અપ ગ્રેડ નહીં કરતા ઉપલુ પગાર ધોરણ ફીકસેશન વખતે વિસંગગતા ઉભી થવા પામી છે. રાજ્યભરના દસ કરતા વધારે રાજ્યકક્ષાના સંગઠનોએ આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકારે અનદેખી કરતા પંચાયત સેવાના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોવાનું ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના પ્રમુખ પંકજ મોદી, મહામંત્રી સુરેશ ગામીત, મુખ્ય કન્વીનર રોહિતદાન ગઢવીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial