Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા તાલુકામાં દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા

કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં

જામનગર તા. ૧૫: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગરના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોડિયા તાલુકા કન્યા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયતમાં યાત્રા પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા મંત્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી.

તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયતના પ્રમુખ રસીલાબેન ચનિયારા, ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર ધરમશીભાઈ ચનીયારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, અગ્રણીઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડીના બહેનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh