Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર્ડ નં.૧૧ માં સ્વાતંત્ર્ય પર્વની મહાનગરપાલિકા દ્વારા ઉજવણીઃ બાળકોએ રજૂ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ
જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. ૧૧, લાલવાડી શાળા નં. ૧ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી.
મેયરે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શહિદો, સ્વાતંત્ર્ય સૈનાનીઓને યાદ કર્યા હતાં. ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સૌના સાથ સહકારથી અગ્રામ હરોળમાં સ્થાન પામી જામનગરના વિકાસની રૂપરેખા આપતા તેમણે કહ્યું હતું કે રૂા. ૧૯૩ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
લાલપુર બાયપાસ પાસે ૬ લેન એલીવેટેડ ફલાયઓવર બ્રીજનું રૂા. ૬૧.૮ર કરોડના ખર્ચે કામ ચાલુ છે. ભુજીયા કોઠા રેસ્ટોરેશન તથા રી-પ્રોડકશનનું કામ રૂા. ર૩.૪૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિમાં છે. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડનું બિલ્ડીંગ રૂા. ૮ કરોડના ખર્ચે બની રહ્યું છે.
હાપા યાર્ડ પાસે રૂા. ૧૦ કરોડના ખર્ચે મહાકાળી સર્કલ પાસે રૂા. ૧૩.૭પ કરોડના ખર્ચે, પમ્પ હાઉસ પાછળ રૂા. ૧૩.ર૯ કરોડના ખર્ચે યુએચસી. સેન્ટર બનાવવાનું કામ ચાલે છે. રીવર ફ્રન્ટ યોજનાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો છે. આ ૬૦૦ કરોડના પ્રોજેકટને સરકારની મંજુરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે. જેમાં પ્રતિવર્ષ ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવણી થનાર છે. તળાવ ફેસ-રનું રૂા. ૩ર કરોડના ખર્ચે કામ ચાલુ છે.
આ ઉપરાંત સિવીક સેન્ટરમાં બ્રીજ, ભૂગર્ભ ગટરના કામો, ફાયર સ્ટેશનના કામ, આવાસનું નિર્માણ, વોટર વકર્સ વિભાગ હસ્તકના જુદા જુદા કામો સહિતના અનેકવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે. તો કેટલાક કામોનું આયોજન થયું છે. વિકાસ કામો માટે ફાળવાયેલ ગ્રાન્ટ માટે તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.
આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજાનો પણ ગ્રાન્ટ ફાળવણી અને જરુરી માર્ગદર્શન તથા સાથ-સહકાર માટે આભાર વ્યકત કર્યો હતો.
તેમણે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નગરજનોને શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ સંકલ્પને ચરીતાર્થ કરવા માટે લોકોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ ધ્વજ વંદન કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા, કમિશનર ડી.એન.મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, કોર્પોરેટરો, અધિકારીઓ, નગરજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમયે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતાં. કાર્યક્રમના સંચાલનમાં અશોક જોષીએ સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial