Advertisement
Author: નોબત સમાચાર

કોલકાતાની હોસ્પિટલમાં ઉશ્કેરાયેલા ટોળા દ્વારા તોડફોડઃ લાઠીચાર્જ

દેશભરમાં મધ્ય રાત્રિના 'રિક્લેમ ધ નાઈટ' વિરોધ-પ્રદર્શનો થયા ત્યારે

કોલકાતા તા. ૧પઃ કોલકાતામાં મોડી રાત્રે હોબાળો થયો હતો અને મહિલા ડોક્ટર રેપ-મર્ડર કેસના મુદ્દે ઉશ્કેરાયેલ ટોળાએ આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મોડીરાત સુધી વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. ડોક્ટર અને સ્ટાફને માર મારવામાં આવ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

કોલકાતાના ડોક્ટર બળાત્કાર-હત્યા કેસની પીડિતા માટે ન્યાયની માંગ સાથે બંગાળના ઘણાં શહેરોમાં મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતાં. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં પણ આવું જ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં ભારે હોબાળો શરૂ થયો હતો. ડોક્ટરો અને સ્ટાફને માર મારવામાં આવ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

મધ્યરાત્રિ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભારે હોબાો થયો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક એક બેકાબૂ ભીડ ઘૂસી ગઈ અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. ઈમરજન્સી વોર્ડને પણ નિશાન બનાવાયો હતો. ડોક્ટરો અને સટાફને માર મારવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતાં.

આરજી કારમાં અડધી રાત્રે હંગાો થયો હતો. કોલકાતાના ડોક્ટર બળાત્કાર-હત્યા કેસની પીડિતા માટે ન્યાયની માંગણ સાથે બંગાળના ઘણાં શહેરોમાં પણ મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતાં. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં આવું જ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં ભારે હોબાળો શરૂ થયો હતો. બેકાબૂ ભીડ બેરિકેડ તોડીને હોસ્પિટલની અંદર પ્રવેશી હતી. ઈમરજન્સી વોર્ડથી લઈને હોસ્પિટલના ઘણાં ભાગોમાં ભારે તોડફોડ થઈ હતી. ડોક્ટરોને પણ માર મારવામાં આવ્યો હતો. ભીડથી બચવા માટે મહિલાઓ ગર્લ્સ હોસ્ટેલના એક રૂમમાં સંતાઈ ગઈ હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બેકાબૂ દેખાવકારોને કાબૂમાં લેવા માટે પલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ હિંસામાં લગભગ પ૦ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં.

ઉલ્લેખનિય છે કે, ગુરુવારે રાત્રે ૧૧-પપ વાગ્યે દેશમાં ઘણી જગ્યાએ 'રિક્લેમ ધ નાઈટ' એટલે કે રાત પર નિયંત્રણ મેળવવા બાબતે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતાં. આ પ્રદર્શનને આઝાદીની મધ્યરાત્રિમાં મહિલાઓની સ્વતંત્રતા માટેના પ્રદર્શનનું નામ આપવામાં આવ્યું હતું. કોલકાતામાં આયોજિત વિરોધ થોડી જ વારમાં હિંસક બની ગયો હતો.

કોલકાતા પોલીસ પર સવાલો ઊઠી રહ્યા છે કે આટલો મોટો હિંસક વિરોધ થવાનો હતો, પરંતુ કોલકાતા પોલીસને તેના વિશે કોઈ જ જાણકારી કેમ ન મળી? તેમજ આરજી કાર મેડિકલ કોલેજની બહાર હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટી રહ્યા હતાં, તો સમયસર કાર્યવાહી કેમ ન કરાઈ? આરજી હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે, પોલીસ તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh