Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય અંદાજપત્ર અંગે યોજાયો માર્ગદર્શક સેમિનાર

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા

જામનગર તા. ૧૫: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય અંદાજપત્ર ર૦ર૪-રપ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.

સંસ્થાના પ્રમુખ બિપેન્દ્રસિહં જાડેજાએ સ્વાગત પ્રવચન કરી જણાવ્યું હતું કે, નિષ્ણાતોનું માર્ગદર્શન વેપારીઓ, ઉદ્યોગકારો સહિત સૌને ઉપયોગી બની રહેશે.

આ સેમિનારમાં નિષ્ણાત માર્ગદર્શક વક્તા તરીકે ઉપસ્થિત પ્રિયમભાઈ શાહ તથા કલ્પેશભાઈ દોશીનું સ્વાગત-સન્માન તથા પરિચય વિધિ ચેમ્બર ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરી, સહમંત્રી કૃણાલભાઈ શેઠ, ઓડીટર તુષારભાઈ રામાણી, પૂર્વ પ્રમુખ તુલસીભાઈ ગજેરા, ભરતભાઈ ઓઝા, પ્રિતેશભાઈ મહેતા, કપીલભાઈ સંઘવી, પંકજભાઈ વાધર, નિલયભાઈ તથા રવિન્દ્રભાઈ માણેક દ્વારા કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈ, કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશનર્સ એસો. તથા ટેક્સ કન્સલ્ટન્ટ એસો.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં નિષ્ણાત વક્તા પ્રિયમભાઈ શાહ (સીએ) તથા કલ્પેશભાઈ દોશી (સીએ) એ બજેટની વિવિધ લાભદાયી જોગવાઈઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી, અને પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા આભારદર્શન જયદીપભાઈ રાયમંગીયા અને કુણાલભાઈ શેઠે કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh