Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાવર્ગ ૨૩ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે
જામનગર તા. ૧૫: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાના ઉદૃેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ભારત સરકારના દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી સંશોધન શક્તિ પ્રદર્શિત કરી શકે તે હેતુ ૨૮મો નેશનલ યુથ ફેસ્ટિવલની થીમ આધારીત યોજવામાં આવનાર છે. જે મુજબ જિલ્લાકક્ષાએ વિજ્ઞાન મેળાનું આયોજન કરાશે. જામનગર જિલ્લાકક્ષાની વિજ્ઞાન મેળાની સ્પર્ધામાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળા, કોલેજોમાંથી તેમજ ૧૫થી ૨૯ વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જે યુવાઓ ભાગ લેવા માંગતા હોય તેઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨, રાજપાર્ક પાસે, જામનગરમાંથી સ્પર્ધા ફોર્મ તા.૨૩-૮ના બપોર ૧૨ કલાક સુધીમાં મેળવી પરત જમા કરવવાના રહેશે. વધુ વિગત માટે કચેરી ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ પર સંપર્ક સાધવો. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial