Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજપાર્કમાં સાત વર્ષ પહેલાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૫: જામનગરના રાજપાર્કમાં સાત વર્ષ પહેલાં પિતા-પુત્ર પર દિવાળીના દિવસે પાડોશી દંપતી તથા તેમના પુત્રએ પ્રાણ ઘાતક હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના રાજપાર્કમાં રહેતા અશ્વિનભાઈ જેઠવા તથા તેમના પુત્ર પ્રેમ પર દિવાળીના દિવસે-ગઈ તા.૧૯-૧૦-૧૭ના દિવસે પાડોશી રમેશ બુમતારીયા તથા પુત્ર મિલન અને પત્ની જયોત્સનાબેને હુમલો કરી જીવલેણ ઈજા કર્યાની ફરિયાદ પૂજાબેન અશ્વિનભાઈએ પોલીસમાં નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા બચાવપક્ષના વકીલે સાહેદોની ઉલટ તપાસ લીધી હતી. જેમાં વિરોધાભાસ આવતા હોવાનું અદાલતના ધ્યાનમાં મુકવામાં આવ્યું હતું. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં સફળ થતો નથી તેમ ઠરાવી ત્રણેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial