Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં ટીબીના દર્દીઓને પોષણકીટનું વિતરણઃ માર્ગદર્શન

દર્દીઓને જરૂરી માર્ગદર્શન અપાયુ

જામનગર તા. ૧પઃ મનુષ્ય શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે ટીબી એટલે કે ક્ષય રોગ થવાની સંભાવના વધી જાય છે. જો નિયમિતપણે અને પૂરતા સમયગાળા માટેની દવા અને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન મળે તો ટી.બી રોગ નાબૂદ વહેલી તકે થઈ શકે તેમ છે. સમયસર જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પ્રમાણસર પોષણ મળી રહે તેવા શુભહેતુથી નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાશન કીટનું જામનગર જિલ્લામાં વિવિધ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવતું હોય છે.

જોડિયા ગામે જામનગર જિલ્લા ક્ષય અધિકારી ડો. પીઠડીયાના અધ્યક્ષ સ્થાને જોડિયા તાલુકા આરોગ્ય કચેરીમાં ટીબીની સારવાર હેઠળના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેથી દર્દીઓને સમયસર પૂરતું પોષણ મળી શકે. કાર્યક્રમમાં દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પોષણ કીટમાં બાસમતી ચોખા, મલ્ટીગ્રેન આટા, મગની દાળ, દેશી ચણા, મગફળીનું તેલ, ગોળ અને ઘી વગેરે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયા, આરોગ્યકર્મીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh