Advertisement
Author: નોબત સમાચાર

દરેડની અડઘા લાખની વસ્તી છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

કલેકટરને આકસ્મિક મુલાકાત લેવા કરાઈ રજુઆત

જામનગર તા. ૧૫: જામનગર નજીકના દરેડમાં અનેક સુવિધાનો અભાવ છે આથી અહિંના વિસ્તારની આકસ્મિક મુલાકાત કરવા જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

દરેડમાં મસીતીયા માર્ગે આલ્ફા સ્કૂલ આગળના મુરલીધર પાર્કમાં રહેતા પીસી કાપડીએ આ રજુઆતમાં જણાવ્યું કે મહાનગરપાલિકા જાડા, દરેડ ગ્રામ પંચાયત અને ચેલા પંચાયત એમ ચાર વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા દરેડમાં જુદા જુદા કામ માટે ખૂબ જ હાડમારી થઈ રહી છે. આશરે પ૦ હજારની વસ્તી ધરાવતા દરેડમાં આદિવાસી, પર પ્રાંતીય લોકો વગેરે વસવાટ કરે છે પરંતુ અનેક પ્રાથમિક સુવિધાઓ ખૂંટે છે આથી જો આકસ્મિક મુલાકાત કરવામાં આવે તો હકિકતથી વાકેફ થઈ શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh