Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવ્યવહાર ખોરવાયોઃ જાનહાનિ નહીં
સુરત તા. ૧પઃ સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરો અટવાયા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે છે.
સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને તપાસ હાથ ધરી હતી, તો મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતાં. અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેન અને ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડ્યા છે.
અમદાવાદ ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જો કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડ્યા તેને લઈ ટીમ હાલ નિરીક્ષણ કરી રહી છે. સાથે સાથે આ ટ્રેનને રોકવામાં આવી રહી છે.
ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે. ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારપછી ટ્રેન રવાના કરવામાં આવશે તેવી માહિતી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી નથી રહી જેના કારણે મુસાફરો તેના સમય કરતા મોડા તેમના સ્થળે પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial