Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશની પશ્ચિમી દરિયાઈ સરહદે દેશભક્તિનો માહોલ
ખંભાળીયા તા. ૧૫: સ્વતંત્રતા દિવસની ઉજવણી ૫ૂર્વે ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ હર્ષદ (ગાંધવી), પીંડારા, પોશીત્રાના દરિયાકાંઠાના ગામડાઓમાં તિરંગા વિતરણ તેમજ તિરંગા યાત્રા નીકળી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧ર-૮-ર૪ ના હર્ષદ, પીંડારા, પોશીત્રાના દરિયાકાંઠા પરના ગામડાઓમાં દરિયાકાંઠા વિસ્તારના વસવાટ કરતા પ્રજાજનોમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેનો ઉત્સાહ વધે તેમજ તેઓ રાષ્ટ્રભક્તિના ગૌરવ સાથે જોડાય અને ઘરે ઘરે દેશની શાન એવો તિરંગો લહેરાવે તે માટે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષદ, પીંડારા, પોશીત્રાના દરિયાકાંઠાના ગામડાઓમાં યોજાયેલ આ યાત્રાઓમાં સ્થાનિકો રાષ્ટ્ર ધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયા હતાં.
ગાંધવી દરિયાકિનારે જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય પણ તિરંગા યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રાઓમાં દેશભક્તિના નારાઓ લગાવવામાં આવ્યા હતાં. તેમજ દેશભક્તિના ગીતોથી રાષ્ટ્રભક્તિમય માહોલ સર્જાયો હતો. દરિયાકાંઠા ઉપર આવેલ ગામોના તમામ ઘર તિરંગા લગાવવામાં આવે તે માટે નાગરિકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમી આંતર-રાષ્ટ્રીય દરિયાઈ સરહદથી જોડાયેલ છે અને રાષ્ટ્રીય સુરક્ષા બાબતે સંવેદનશીલ દરિયાકાંઠો હોવાથી દરિયાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા પ્રજાજનો રાષ્ટ્રીય-દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ પ્રથમ હરોળના સૈનિક છે. જેથી દરિયાકાંઠા ઉપર આવેલ ગામડાના પ્રજાજનોની રાષ્ટ્રીય ભાવના વધુ દૃઢ બને તેમજ આંતરિયાળ દરિયાકાંઠાના સ્થળો પર સંભવિત રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવતી પ્રવૃત્તિઓ અંગે લોક જાગૃતિ આવે તે જરૂરી છે. જેને ધ્યાને લઈને આ વિસ્તારોમાં તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા જેવા અભિયાનો થતાં રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial