Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા નગર૫ાલિકાની સૂરજકરાડી સ્થિત પેટા કચેરીમાં
ખંભાળીયા તા. ૧પઃ ઓખા નગરપાલિકા પેટા કચેરી, સૂરજકરાડીમાં અંદાજિત ૩૦ લાખના ખર્ચે સિવિક સેન્ટર નગરજનો માટે ખૂલ્લું મૂકતા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું હતું કે, શહેરીજનોને તમામ પ્રાથમિક સુવિધાઓ હવે એક જ છત્ર નીચે પ્રાપ્ત થઈ શકશે. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યની પૂર, નગરપાલીકાઓમાં આ પ્રકારના સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યુ હતું.
નાગરિકોના ઈઝ ઓફ લીવિંગમાં વધારો થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ૪૫.૪૭ કરોડના ખર્ચે ૩૨ નગરપાલિકાઓમાં સીટી સિવિક સેન્ટરોનું ઈ- લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઓખા નગરપાલીકા પેટા કચેરી, સૂરજકરાડી ખાતે લગભગ ૩૦ લાખના ખર્ચે તૈયાર થયેલ સિવિક સેન્ટરને પણ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ ૩૨ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરના ઈ-લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.
ઓખા નગરપાલિકા હેઠળની પેટા કચેરી સૂરજકરાડીમાં સિટી સીવિક સેન્ટરના ઈ-લોકાર્પણ પ્રસંગે નાગરિકોને સંબોધતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, દીર્ઘદૃષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીશા નિદર્શનમાં માળખાકીય સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરીકરણના વિસ્તૃતિકરણ થકી નાગરિકોને ઘર આંગણે જ સરકારી સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તે માટે સિટી સિવિક સેન્ટરોનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેવાડાના વિસ્તારોને પ્રથમ વિસ્તાર બનાવવા ખાસ અગ્રતા આપી સુવિધાઓ પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે. તબક્કાવાર વિવિધ નગરપાલીકાઓમાં સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યાં છે, જેમાં ૩૨ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સીટી સિવિક સેન્ટર થકી નાગરિકોને મિલકત વેરો, વ્યાવસાયિક વેરો, જન્મ મરણના પ્રમાણપત્ર સહિતની સુવિધાઓ હવે એક જ છત્ર નીચે સહેલાઇથી મેળવી શકાશે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય તેમજ નાગરિકોને મહત્તમ સુવિધાઓ મળી રહે તેવી રાજ્ય સરકારની નેમ છે. સૂરજકરાડીમાં લોકાર્પણ થયેલ આ સેન્ટર સ્થાનિકોને વિવિધ સરકારી સેવાઓ મેળવવા માટે સેતુરૂપ સાબિત થશે. પ્રવાસન દૃષ્ટિએ દેવભૂમિ દ્વારકા જિલ્લો અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે. દ્વારકા નગરી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા થોડા સમયથી પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાનો વિકાસ થતાં સ્થાનિક વિકાસને વેગ મળશે તેમજ સ્થાનિકોને રોજગારીની નવીન તકો પ્રાપ્ત થતાં તેમના જીવનધોરણમાં સુધારો થશે.
રાજ્યમાં પર્યાવરણીય સંરક્ષણ માટે ગ્રીન કવર વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું. આપણા માટે ગૌરવની વાત છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને હરસિધ્ધિવન રૂપે દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મળનાર છે. આગામી સમયમાં આપણા જિલ્લામાં યોજાનાર રાજ્યકક્ષાના ૭૫માં વન મહોત્સવ તથા હરસિધ્ધિ વન લોકાર્પણ પ્રસંગે આપ સૌને ઉપસ્થિત રહેવા હું જાહેર આમંત્રણ આપુ છું, તેમ જણાવી તેમણે ઇ લોકાર્પણ કાર્યક્રમના સુચારૂ આયોજન બદલ ઓખા નગરપાલિકા ટીમની સરાહના કરી હતી.
મુળુભાઇ બેરાએ તકતીનું અનાવરણ કર્યું હતું તેમજ મહાનુભાવો સાથે સિટી સિવિક સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.
નોંધનીય છે કે, આ સિવિક સેન્ટર ઓખા નગરપાલિકા વિસ્તારના લોકો માટે વન સ્ટોપ સેન્ટર તરીકે કાર્ય કરશે, જ્યાં નગરપાલિકાને લગતાં તમામ સરકારી કાર્યોની સુવિધા એક સ્થળે ઉપલબ્ધ થશે. અહીંથી તમામ મ્યુનિસિપલ સેવાઓ જેવી કે મિલકત વેરો, વ્યવસાયિક કર, જન્મ/મૃત્યુનું પ્રમાણપત્ર, ગુમસ્તાધારા નોંધણી, આરોગ્ય લાઇસન્સ, હોકર્સ લાયસન્સ, ટેક્સ વિભાગની અરજીની સ્વીકૃતિ વગેરે ઓનલાઈન તેમજ રૂબરૂ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી ઓખા નગરજનોની ઈઝ ઓફ લીવિંગમાં વધારો થશે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ઓખા નગરપાલિકા ચીફ ઓફિસર શુક્લા તેમજ આભારવિધિ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઓખા નગરપાલીકા પ્રમુખ રાજુભાઇ કોટક, ઉપપ્રમુખ હાડાભા માણેક, દ્વારકા મામલતદાર જે.એન.મહેતા, દ્વારકા ચીફ ઓફિસર ઉદય નશિત, અગ્રણી યુવરાજસિંહ વાઢેર, ખેરાજભા કેર, રમેશભાઈ હેરમા, મોહનભાઈ બારાઈ, સગાભાઈ રાવલિયા, ચેતનભા માણેક સહિત નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના કર્મચારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial