Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં ઈલેકટ્રીકની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ મુદ્દામાલ કબજે

ગડુ ગામના શખ્સની પૂછપરછમાં કબૂલાત મળીઃ

જામનગર તા. ૧૫: ભાણવડના સુભાષ રોડ પર ઈલેકટ્રીકની એક દુકાનમાં સપ્તાહ પૂર્વે રૂા.૧ લાખ ૪૦ હજાર રોકડા જેમાં હતા તે પર્સની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન પોલીસે ગડુ ગામની સીમમાં રહેતા એક શખ્સને દબોચી લઈ પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપી ચોરાઉ રકમ કાઢી આપી છે.

ભાણવડના રણજીતપરામાં સુભાષ રોડ પર આવેલી ચેતન ઈલેકટ્રીક નામની દુકાન ચલાવતા હિતેશભાઈ વાઘજીભાઈ પીપરોતર નામના વેપારી ગઈ તા.૭ની બપોરે દુકાને હતા ત્યારે દુકાનમાં ઘૂસી ગયેલા અજાણ્યા શખ્સે ટેબલનું ખાનુ ખોલી તેમાંથી રૂા.૧ લાખ ૪૦ હજાર રોકડવાળું પર્સ તફડાવી લીધુ હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પીએસઆઈ કે.કે. મારૂના વડપણ હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં કૌશિક કિશોરભાઈ કારેણા નામના શખ્સ પર શંકાની સોય અટકી હતી. એએસઆઈ ગિરીશ ગોજીયા, વેજાણંદ બેરાને મળેલી બાતમીના આધારે ગડુ ગામની સીમમાં રહેતા આ શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ચોરીની કબૂલાત આપી છે અને તે રકમ પોતાના ખેતર તરફ જવાના કાચા રસ્તા પર ઝાડ નીચે પથ્થરો વડે સંતાડી દીધાની વિગત આપતા પોલીસે ત્યાં દોડી જઈ રૂા.૧ લાખ ૪૦ હજાર રોકડા કબજે કર્યા છે. આ શખ્સની પૂછપરછ હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh