Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧.પ ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ૧પઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું. વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે વાતાવરણમાં ઠંડક યથાવત્ રહી હતી.
જામનગરમાં ગઈકાલે પણ વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે મેઘાવી માહોલ યથાવત્ રહ્યો હતો. નગરમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન રપ.૭ ડીગ્રી નોંધાયું હતું. નભમાં વરસાદી વાદળોના આવાગમનના પગલે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી. નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial