Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માસીના ઘેર રોકાવા આવેલી આણંદપરની યુવતીએ ખાઈ લીધો ગળાફાંસો

કારણ જાણવા માટે પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસઃ

જામનગર તા. ૧૫: કાલાવડના આણંદપરમાં રહેતા એક પરિવારની બાવીસ વર્ષની પુત્રી જામનગરના મોમાઈનગર સ્થિત માસીના ઘેર રોકાવા માટે આવ્યા પછી આ યુવતીએ ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પિતાએ પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા જયેન્દ્રસિંહ કેશુભા જાડેજા નામના પ્રૌઢની બાવીસ વર્ષની પુત્રી પૂનમબા થોડા દિવસથી જામનગરના ગાંધીનગર નજીક મોમાઈનગરની શેરી નં.૪માં રહેતા માસી રંજનબાના ઘેર રોકાવા માટે આવી હતી.

ત્યાં ગઈકાલે બપોરે પૂનમબાએ કોઈ અકળ કારણથી આત્મહત્યા કરી લેવાનો કઠોર નિર્ણય કરી માસીના ઘેર બીજા માળે જઈ એક ઓરડામાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પૂનમબાને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવતીને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે.

ઉપરોક્ત બનાવથી પૂનમબાના પિતા સહિતના પરિવારને વાકેફ કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા. પિતા જયેન્દ્રસિંહે પોલીસને જાણ કરી છે. સિટી બી ડિવિઝનના પીએસઆઈ કે.એન. જાડેજાએ તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh