Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તાલુકામાં ચાર દરોડામાં ત્રેવીસ પકડાયાઃ ત્રણ નાસી ગયાઃ
જામનગર તા. ૧૫: કલ્યાણપુરના રાવલમાં પોલીસે જુગાર પકડવા પાંચ દરોડા પાડ્યા હતા. જ્યારે ભાણવડમાં ચાર દરોડા પડ્યા હતા. દ્વારકામાં બે તથા સલાયા નજીક સોડસલામાં પણ જુગારનો દરોડો પાડવામાં આવ્યો હતો. કુલ બાર દરોડામાં એકસઠ શખ્સ ઝડપાઈ ગયા હતા અને ત્રણ નાસી ગયા હતા.
ભાણવડ તાલુકાના ભેનકવડ ગામમાં વર્તુ-ર ડેમ પાસે ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમી રહેલા ભરત ભીખાભાઈ કારેણા, ભરત ડાયાભાઈ કારેણા, મુળજીભાઈ નાથાભાઈ કારેણા, ભરત કરશનભાઈ કારેણા, રાહુલ કારાભાઈ કારેણા, રમેશ હીરાભાઈ કારેણા, નારણ હીરાભાઈ કારેણા નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂા.૧૨૮૫૦ રોકડા કબજે કર્યા છે.
ભાણવડ નજીકના જામપર ગામની સીમમાં ગઈરાત્રે જુગાર રમતા દેવાયત રાણાભાઈ પીંડારીયા, દિનેશ પ્રાગજીભાઈ બોડા, રાજશી જીવાભાઈ ગોરીયા, લગધીર દેવાત કનારા તથા બાબુ મારખીભાઈ કનારા, પાલાભાઈ કરશનભાઈ કનારા નામના છ શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૧૩૧૫૦ રોકડા કબજે કર્યા છે.
ભાણવડના મોરઝર ગામની સીમમાં વહેલી સવારે પોલીસે દરોડો પાડી ગંજીપાના કૂટતા જીતેશ ભીખુભાઈ ઠકરાણી, હિતેશ હરેશભાઈ જોષી, હીરેન અશ્વિનભાઈ પરમાર, હસમુખ ધરમશીભાઈ કણઝારીયા, ઉમંગ પ્રવીણભાઈ પરમાર નામના પાંચ શખ્સ રૂા.૩૭૩૦૦ રોકડા તથા ફોન સાથે ઝડપાઈ ગયા હતા.
ભાણવડના ચોખંડા ગામમાં ગંજીપાના કૂટતા રમેશ ભીમશીભાઈ રાવલીયા, લાખા દેવાણંદભાઈ ભાટુ, અશ્વિન બટુકભાઈ પરમાર, ડાડુભાઈ જેસાભાઈ ભાટુ, રાજદીપસિંહ નારૂભા જાડેજા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. વિક્રમ બેલા, વિજય માલદે, ભાયાભાઈ જેઠાભાઈ ભાટુ નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂા.૧ લાખ ૧ હજાર રોકડા, પાંચ મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂા.૧ લાખ ૭૧ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
દ્વારકામાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા સાગરભા વેરશીભા માણેક, રમેશ મેઘજીભાઈ ખારવા નામના બે શખ્સ ઝડપાયા હતા. પટમાંથી રૂા.૧૮૧૦ કબજે થયા છે.
દ્વારકાની નરસંગ ટેકરી પાસે ગઈરાત્રે જુગાર રમતા મનોજ મનસુખભાઈ પરમાર, ભરત સોમાભાઈ રાઠોડ, કિશોર રાયાભાઈ પરમાર, સન્ની મનોજભાઈ પરમાર નામના ચાર શખ્સને પોલીસે રૂા.૩૫૮૦ સાથે પકડી લીધા છે.
સલાયાના સોડસલા ગામમાં ગઈરાત્રે તીનપત્તી રમતા રમેશ દેવાભાઈ ચૌહાણ, રાહુલ લાખાભાઈ ચૌહાણ, વિનોદ સોમાભાઈ પરમાર, ગોવિંદ સોમાભાઈ પરમાર, લાખા દેવાભાઈ ચૌહાણ, ગૌતમ લાખાભાઈ પરમાર નામના છને પોલીસે રૂા.૩૩૫૦ સાથે પકડી લીધા હતા.
કલ્યાણપુરના રાવલ ગામમાં તીનપત્તી રમતા વિજય કેશુભાઈ સોલંકી, ભીખુભાઈ કેશુભાઈ કાગડીયા, મનિષ નારણભાઈ ગામી, રવિ કેશુભાઈ ગામી, કેશુભાઈ લખમણભાઈ વાઘેલા નામના પાંચ શખ્સને રૂા.૧૦૬૧૦ સાથે પકડી લેવાયા છે. રાવલ ગામમાં જ બીજા દરોડામાં લખમણ મૂળુભાઈ ગામી, નાથાભાઈ લાખાભાઈ પરમાર, મોહન કાનાભાઈ જાદવ, માલદે લખમણભાઈ બારીયા, અરજણ જેસાભાઈ ગામી નામના પાંચ શખ્સ રૂા.૧૦૭૫૦ સાથે પકડાઈ ગયા હતા.
રાવલ ગામમાં પાડવામાં આવેલા ત્રીજા દરોડામાં અજય સામતભાઈ ચૌહાણ, કેશુભાઈ બાબુભાઈ પરમાર, દુદાભાઈ નાનજીભાઈ પરમાર, સામત કચરાભાઈ ચૌહાણ, કાનાભાઈ લાખાભાઈ સોલંકી નામના પાંચ શખ્સ રૂા.૧૧૩૦૦ સાથે ઝડપાયા છે. જ્યારે ચોથા દરોડામાં સુનિલ રાજુભાઈ સોલંકી, દિનેશ ભૂપતભાઈ પરમાર, પ્રતાપ રાણાભાઈ સોલંકી, સંજય લાખા ચૌહાણ, ગીગાભાઈ નગાભાઈ વાઘેલા, દિનેશ રાજુભાઈ સોલંકી નામના છ શખ્સ રૂા.૧૫૭૦૦ સાથે મળી આવ્યા હતા.
રાવલ ગામમાં જ પાંચમા દરોડામાં હીરાભાઈ ભીખાભાઈ બારીયા, રાજુ મૂળુભાઈ જાદવ, જીતુ લખુભાઈ બારીયા, રાહુલ કેશુભાઈ બારીયા, માંડણ પરબતભાઈ વાઘેલા નામના પાંચ શખ્સ રૂા.૫૨૫૦ સાથે પકડાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial