Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "હર ઘર તિરંગા"ને જનજનનો વ્યાપક પ્રતિસાદ : દેશભક્તિની લહેર

તીર્થ સ્થળો, ઘરો, દુકાનો, સ્કુલો, પર્વતો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરક્યો

ખંભાળીયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે, તીર્થ સ્થળો, ઘરો, વ્યવસાય સ્થળો, શાળાઓ, પર્વતો સહિતના સર્વે સ્થાનો પર હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગો ગૌરવભેર લહેરાયો હતો અને તેથી જિલ્લાના નાગરિકોમાં દેશક્તિની ભાવના વધુ પ્રબળ બની હતી.

દેશને મહામૂલી આઝાદી અપાવવા માટે હસતા મુખે બલિદાન આપનારા અનેક વીર તથા વીરાંગનાઓના સમર્પણની સ્મૃતિને જનમાનસના પટલ પર અંકિત કરવા તેમજ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ પ્રત્યે જાગૃતતા કેળવવા ઉપરાંત રાષ્ટ્રને એક તાંતણે જોડતા અને દેશભક્તિની ભાવના તેમજ પ્રેરણાના સર્વોચ્ચ સ્ત્રોત સમા તિરંગા પ્રત્યેના સમર્પણ ભાવની જ્યોતને પ્રજ્વલિત કરવા માટેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અભિનવ પહેલનું તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનરૂપે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ આહવાનને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દિશા દર્શનમાં રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

રાજ્યમાં ચાલી રહેલ હર ઘર તિરંગા અભિયાનના આહવાનને ઝીલીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન લોકોત્સવ બન્યો અને જિલ્લાના જન જન સુધી નેશન ફર્સ્ટની ભાવના જાગૃત થઈ છે. સ્વતંત્રતા દિવસ પૂર્વે આ અભિયાન થકી વિદ્યાર્થીઓ, યુવાઓ તેમજ સૌ કોઈમાં નવી ઊર્જાનો સંચાર થયો.

શાળા હોય કે સરકારી કચેરી, દરિયા કિનારો હોય કે દુર્ગમ પહાડ દરેક સ્થળ પર તિરંગાની લહેર છવાઈ હતી. જેમાં જિલ્લા આઇકોનિક સ્થળ સુદર્શન સેતુ પર ૨૧૫૧ ફૂટ લંબાઈના વિશાળ તિરંગા સાથે યોજાયેલ તિરંગા યાત્રામાં વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.  તેમજ જિલ્લાના બરડા ડુંગરમાં સૌથી ઊંચી ટેકરી *આભાપરા* પર સાહસ અને શૌર્ય સમાં તિરંગો લહેવારી રાષ્ટ્રભક્તિની ચેતના જગાવી હતી.

માત્ર જૂજ વસ્તી ધરાવતા અજાડ ટાપુ પર જિલ્લા પોલીસ પ્રશાસનના ઉમદા પ્રયાસોથી હર ઘર તિરંગા અભિયાન યોજી રાષ્ટ્રભક્તિના ઉત્સવમાં સૌ ગૌરવભેર જોડ્યા હતા. ઉપરાંત દરિયા કાંઠા વિસ્તારના હર્ષદ (ગાંધવી), પિંડારા, પોસિત્રા સહિતના ગામે ગામે ઉત્સાહભેર અભિયાનમાં જોડાઈ દેશભક્તિમય માહોલ સર્જ્યો હતો.

આ ઉપરાંત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા છેવાડાના જન જન સુધી તિરંગા અભિયાનની લહેર છવાય તે માટે જિલ્લામાં તિરંગા વિતરણ તેમજ વયોવૃદ્ધ નાગરિકોને ઘેર ઘેર જઈ તિરંગા આપી દેશભક્તિના પર્વમાં જોડાવા આહવાન કર્યું હતું. ઉપરાંત દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ ઉમંગભેર જોડાઈ આ અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું. જિલ્લાની અનેક શાળાઓમાં તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચિત્ર, વકતૃત્વ, નિબંધ લેખન સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના આ મહાઅભિયાનમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, યુવાઓ, વિધાર્થીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત સૌ જોડાઇ સ્વતંત્રતા દિવસ પૂર્વે સાચા અર્થમાં હર ઘર તિરંગા અભિયાનને જનઅભિયાન બનાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh