Advertisement
Author: નોબત સમાચાર

કેરોસીનની ગુણવત્તા વધારવાની નવી પેટન્ટ મેળવતી નયારા એનર્જી કંપની

ઈનોવેટિવ રિફાઈનીગ ટેકિનક્સ દ્વારા

મુંબઈ તા. ૧પઃ ભારતની અગ્રણી ઈન્ટિગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપનીઓમાંની એક અને સૌથી ઝડપથી વિકસતા ખાનગી ઈંધણ નેટવર્ક નયારા એનર્જી લિ. નોવેલ એબ્સોર્બન્ટ ટેકિનક દ્વારા કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરવાના હેતુથી એક ઈનોવેટિવ પ્રોસેસની સફળતાપૂર્વક પેટન્ટ મેળવી છે. આ સફળતા મિનરલ ટર્પેન્ટાઈન ઓઈલ, એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ, ઉત્કૃષ્ટ કેરોસીન ઓઈલ અને પેટ્રોલિયમ સોલવન્ટ્સ સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટસની વેંચાણ ક્ષમતા અને સ્થિરતામાં વધારો કરે છે.

ઈન્ડિયન પેટન્ટ નંબર પ૪પ૭૯૭ તરીકે નોંધાયેલી આ પેટન્ટ કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્સને રિફાઈન કરવા માટે એક આધુનિક પ્રોસેસ રજૂ કરે છે, જે પ્રોડક્ટના રંગની ગુણવત્તા અને તેની સ્થિરતા સંબંધિત સતત પડકારોનું સમાધાન કરે છે. આ શોધ પ્રોડક્ટની ધારણા તથા ઉપયોગને અસર કરતા ખૂબ જ મહત્ત્વના ગુણવત્તા પરિબળ એવા સેબોલ્ટ કલરને સુધારે છે અને સ્થિર કરે છે તથા એક સાથે ઓર્ગેનિક નાઈટ્રોજન અને ભેજનું પ્રમાણ ઘટાડે છે. નયારા એનર્જીની નવીન પ્રોસેસમાં એક સરળ ત્રણ પગલાંના અભિગમનો સમાવેશ થાય છે.

એબ્સોર્પ્શન ટ્રીટમેન્ટઃ કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્સ એબ્સોર્બન્ટ એડમાંથી પસાર થાય છે અને અનિચ્છનીય દુષણોને ઘટાડીને અસરકારક રીતે સેબોલ્ટ કલર અને સ્થિરતામાં વધારો કરે છે.

હાઈડ્રોકાર્બન રિકવરીઃ સરફેસ હાઈડ્રોકાર્બન કન્ટેન્ટની રીકવરી માટે પર્યાવરણીય અસરને ઓછી કરવા અને રોર્સ રીકવરીને ઓપ્ટિમાઈઝ કરવા માટે વપરાયેલા એબ્સોર્બન્ટને પાણીથી ટ્રીટ કરવામાં આવે છે.

એબ્સોર્બન્ટનું રિજનરેશનઃ વાપરવામાં આવેલ એબ્સોર્બન્ટ વધુ ઉપયોગ માટે તેની અસરકારતાને પુનઃસ્થાપિત કરવા માટે થર્મલ એક્રિસડેશનમાંથી પસાર થાય છે, જે આ પ્રક્રિયાને ટકાઉ અને કિફાયતી બનાવે છે.

વિવિધ પ્રોસેસિંગ પરિસ્થિતિઓને સમાવવા માટે કામગીરીના પ્રવાહને સરળતાથી એડજસ્ટ કરી શકાય છે. જે રિફાઈનરીઓને પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા માટે ફલેક્સિબલ એન કાર્યક્ષમ ઉકેલ પ્રદાન કરે છે.

આ સિદ્ધિ અંગે નયારા એનર્જીના રિફાઈનરી હેડ અમરકુમારે જણાવ્યું હતું કે, "આ પેટન્ટ નયારા એનર્જી માટે એક મહત્ત્વના સીમાચિહ્નરૂપ છે, કારણ કે તે નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે પ્રોડક્ટની ગુણવત્તા તો વધારે જ છે, સાથેસાથે ઉદ્યોગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. અમે આ પ્રગતિ અંગેની માહિતી રજૂ કરતા ઉત્સાહિત છીએ અને આ પ્રોસેસને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે રિફાઈનિંગ ક્ષેત્રમાં ભાગીદારો સાથે સહયોગ કરવા માટે આતુર છીએ."

વર્ષોથી નયારા એનર્જી એક અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની તરીકે ઉભરી આવી છે, જેણે ભારતની ઊર્જા સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને ભારતની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh