Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બેડેશ્વર, કાલાવડ નાકા સહિતના વિસ્તારમાં ઝડપાઈ વીજચોરી

રૂા.૩૫ લાખ ૪૦ હજારના પુરવણી બીલ ફટકારાયાઃ

જામનગર તા. ૧પઃ જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા સતત ત્રીજા દિવસે જામનગર શહેરમાં કરવામાં આવેલા વીજ ચેકીંગમાં રૂા.૩૫ લાખ ૪૦ હજારની વધુ વીજ ચોરી ઝડપાઈ ગઈ હતી.

જામનગરની સ્થાનિક ૫ીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી પકડી પાડવા માટે શરૂ કરાયેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ગઈકાલે ત્રીજા દિવસે જામનગર શહેરના કાલાવડ નાકા વિસ્તાર તેમજ તેની બહાર આવેલા સિલ્વર સોસાયટી, મોરકંડા રોડ તેમજ કૌશલનગર, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ તથા બેડેશ્વરમાં એકડેએક પીરની દરગાહ નજીક અને જોડિયા-ભુંગા, માધાપર, ભુંગા તથા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળ ૪૭ ટૂકડી ૧૫ એસઆરપી મેનના સુરક્ષા કવચ હેઠળ ગઈકાલ સવારથી ચેકીંગમાં જોડાઈ હતી. કુલ ૫૩૩ વીજજોડાણ ચેક કરાતા તેમાંથી ૭૮ વીજજોડાણમાં વીજચોરી મળી આવી હતી. તેના ધારકોને રૂા.૩૫ લાખ ૪૦ હજારના બીલ આપવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh