Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, કલેક્ટર સહિતના મહાનુભાવોએ ફરકાવી લીલીઝંડી
ખંભાળિયા તા. ૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેને પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, કલેક્ટર જી.ટી. પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેઘવર્ષા વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો તથા લોકોમાં દેશભક્તિનો બુલંદ જુસ્સો જોવા મળ્યો હતો.
દેશના જન જનમાં રાષ્ટ્રભાવના પ્રબળ જ્યોત પ્રજ્વલિત થાય તેવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે તા. ૮ થી ૧પ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાન વેગવાન બન્યું છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.
ભાણવડમાં યોજાયેલ તિરંગા યાત્રાને બસ સ્ટેશનથી પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના મહાનુભાવોએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા બસ સ્ટેશનથી પ્રારંભ થઈ વેરાડ નાકા, ગાંધી ચોક, વાછરાડાડા ચોકથઈ રણજીતપરા હાઈસ્કૂલ ચોક સુધી યોજાઈ હતી. વરસતા વરસાદમાં મહાનુભાવો તથા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિના જુવાળ સાથે જય જવાન, જય કિશાન, ઝંડા ઊંચા રહે હમારા, વંદે માતરમ્, ભારત માતા કી જયના જયઘોષથી ભાણવડ શહેરનું વાતાવરણ તિરંગાના રંગોથી છવાઈ ગયું હતું. દરેક ઘર પર તિરંગા લગાવવા તેમજ રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રસ્તુત કરવા અંગેનો સંદેશ આપી નાગરિકોમાં જાગૃતિનો ઉત્તમ સંદેશો યાત્રા દ્વારા આપવામાં આવી હતી.
તિરંગા યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી નવીન બેડીયાવદરા, મામલતદાર અશ્વિન ચાવડા, સંગઠન અગ્રણીઓ ગોવિંદભાઈ કનારા, દેવાભાઈ ગોધમ, ચેતન રાઠોડ, અજય કારાવદરા સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શહેરીજનો, પ્રબુદ્ધ નાગરિકો સહિતના જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial