Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડુંગરની ર૦૯૦ ફૂટ ઊંચાઈએ અભાપરામાં પહોંચી તિરંગા યાત્રાઃ
ખંભાળિયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા ડુંગરના નેશ વિસ્તારમાં ભારત માતા કી જય ના જયઘોષ સાથે માલધારીઓએ ગૌરવભેર તિરંગો લહેરાવ્યો હતો. કહેવાય છે કે દેશપ્રેમને કોઈ સ્થાન કે સીમાડા રોકી શકતા નથી. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિની આગેવાનીમાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગર વિસ્તારના રાવણાનેશ, અંધારિયાનેશ, સોનકંસારીનેશ, મોરબિયાનેશ, બાબરીનેશ તથા આભાપરાનેશમાં વસવાટ કરતા માલધારીઓને 'તિરંગા યાત્રા'માં સામેલ કરી તેમને તિરંગા વિતરણ કરી, તેમના રહેઠાણથી તિરંગા યાત્રાની શરૂઆત કરી દુર્ગમ બરડા ડુંગરની ટોચ પર આવેલ ર૦૯૦ ફૂટની ઊંચાઈ ધરાવતા 'આભાપરા' ટેકરી પર સ્થાનિક નેશવાસીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા જીઆરડી જવાનો સાથે ટોચ પર સ્થાનિક તિરંગો લહેરાવી આ તિરંગા યાત્રાને જિલ્લાના દુર્ગમ અને સામાન્ય જનજીવનથી દૂર રહેતા નેશવાીસઓ સુધી પહોંચાડી રાષ્ટ્રભક્તિની ભાવના પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આમ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની રાહબરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 'હર ઘર તિરંગા' યાત્રા અભિયાનમાં જિલ્લાના છેવાડાના માનવીને જોડવાનો ઉત્તમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial