Advertisement
Author: નોબત સમાચાર

વાડીનાર તલાટી-કમ-મંત્રીઓ સાથે થયેલી પોલીસ ફરિયાદની ઈનસાઈડ સ્ટોરીઃ ગાંધીનગર સુધી ગૂંજ

તકેદારી આયોગની સૂચનાથી તંત્ર દોડ્યું:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રપઃ ખંભાળિયા તાલુકાના વાડીનાર તલાટી-મંત્રીઓ દ્વારા મળેલી બોગસ રેકર્ડની ફરિયાદ છેક તકેદારી આયોગ સુધી પહોંચી હોવાનું બહાર આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેવન્યુ વર્તુળોમાં ભારે ચર્ચા જગાડનાર ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે ખોટું રેકર્ડ બનાવીને જમીનોના ખોટા સર્વે નંબર તથા ચેડા કરવાના પ્રકરણમાં ખંભાળિયા ટી.ડી.ઓ. બેડિયાવદરા દ્વારા ફરિયાદ થયેલી જે ચર્ચાસ્પદ પ્રકરણમાં છેક ગાંધીનગરથી તકેદારી આયોગમાં થયેલી ફરિયાદ મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીનગર તકેદરી આયોગને ફરિયાદ કરતા તેમણે સમગ્ર પ્રકરણની ગંભીરતા જોઈને આ બાબતે તપાસ કરવા તથા પગલાં લેવા અને ફરિયાદની કાર્યવાહી કરવા દ્વારકા જિલ્લા કલેક્ટરને સૂચના આપતા અધિક કલેક્ટર દેસાઈના માર્ગદર્શનમાં દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંત અધિકારી દ્વારા ખંભાળિયા ટી.ડી.ઓ.ને જાણ કરીને તપાસ તથા ફરિયાદ કરવા કહેવાતા તલાટી-મંત્રી બી.એન. વાઘેલા તથા એસ.એમ. મોટાણી સામે ફરિયાદ થઈ હતી.

તા. ૭/૧ર ના હસ્તલિખીત રેકોર્ડમાં ડમી ખોટું પાનું ઊભું કરીને જમીનના હક્ક-હિસ્સા તથા માલિકી તથા અન્ય સંબંધિત વ્યવહારોમાં છેતરપિંડી અને ખોટા દાવાઓ ઊભા થવાની શક્યતાઓ હોય, તેથી આ ફરિયાદ કરવામાં આવી છે.

પો.ઈ. ટી.સી. પટેલ દ્વારા તમામ ખોટા દસ્તાવેજો તથા રેકોર્ડ બનાવટી તથા જુના રેકોર્ડના આધારો સાથે ઊંડી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh