Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય મહેસુલ રેવન્યુ કર્મચારી મંડળ દ્વારા વર્ક ટુ રૂલ્સનો પ્રારંભ

પડતર પ્રશ્નોને વાચા આપવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ (વર્ગ-૩) દ્વારા પડતર પ્રશ્નોની માંગ સાથે વર્ક ટુ રૂલ્સ અને વર્ક વીથ ડીગ્નીટીની નીતિ અનુસાર ફરજ બજાવવા અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જાણ કરી દેવામાં આવી છે.

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો, સેવા વિષયક વિસંગતતાઓ, બિન જરૂરી જિલ્લા ફેર બદલીઓ અને તલાટીઓના અપ્રાસંગિક જોબચાર્ટ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી, સમગ્ર રાજ્યમાં વર્ક ટુ રૂલ્સ અને વર્ક વીથ ડીગ્નીટીના સિદ્ધાંતો મુજબ કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં ઓફિસરો નિયત સમય મુજબ ફરજ બજાવશે. જેમાં જનદિનને સ્પર્શતી તથા તાકિદની કામગીરીને પ્રાથમિકતા આપી તેનો નિકાલ કરવામાં આવશે. જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે.

જાહેર રજાના દિવસે કામગીરીથી અળગા રહેશે. એ દિવસે ઓનલાઈન કામગીરી, ઓટીપી, બાયો મેટ્રીક, થમ્બ આધારિત કામગીરી કરવામાં આવશે નહીં.

હાલમાં જાહેર કરાયેલ જોબ માટે વ્યવહાર કે ન્યાયીક ન હોય, કર્મચારી પર પડેલા કાર્યભાર અને વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી જોબચાર્ટ માંગણી મુજબ જોબચાર્ટમાં જરૂરી સુધારા-વધારા કરવામાં ન આવે ત્યાં સુધી વધારાની કામગીરીથી અળગા રહેશે.

આ વિરોધ નીતિગત પ્રશ્નો અને કર્મચારીઓના ન્યાયીક હક્કો માટે છે. આ આંદોલનનો તા. ૨૪-૮-૬થી અમલ શરૂ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh