Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તહેવારો ટાણે તંત્ર જાગ્યુઃ ફૂડ સેફટી દ્વારા સઘન ચેકીંગ
દ્વારકા તા. ૨૫: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા તહેવારોની સિઝન દરમિયાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓના આરોગ્ય અને હિતને ધ્યાનમાં રાખીને સઘન ફૂડ સેફ્ટી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત દ્વારકા શહેરમાં કુલ ૦૯ હોટલ/રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન નિયમોનું પાલન ન કરતા ૦૨ એકમો વિરુદ્ધ ડેઝીગ્નેટેડ ઓફિસર, દેવભૂમિ દ્વારકાને ઈમ્પ્રુવમેન્ટ નોટીસ આપવા ભલામણ કરવામાં આવી છે. જ્યારે ૦૧ રેસ્ટોરન્ટ દ્વારા સ્વૈચ્છિક રીતે સેલ્ફકવોઝ કરવામાં આવ્યું છે.
નિરીક્ષણ દરમિયાન અસ્વચ્છ પરિસ્થિતિમાં સંગ્રહિત કુલ ૧૨૧ કિ.ગ્રા. ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો, જેની કુલ અંદાજિત કિંમત રૂ. ૮,૧૨૦/- છે.
આ સમગ્ર કામગીરીનો મુખ્ય હેતુ દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષિત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તથા ખાદ્ય સલામતીના ધોરણોનું અસરકારક પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
જાહેર આરોગ્યની સુરક્ષા અને સુરક્ષિત ખોરાકની ઉપલબ્ધતા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial