Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનુ-ચાંદી-હીરા-ઝવેરાત-મોંઘો સામાન કે વાહન નહીં પણ....
ઢાકા તા. ૨૫: સોના-ચાંદી નહીં પણ બાંગલાદેશમાં ચોરોએ વાળ ભરેલી ગાડી રોકી ૨૩ કોથળા લૂંટી લીધા હોવાની ઘટનાએ ચોરી કરેલા વાળની કિંમત લગભગ ૧ કરોડ ટકા હોવાનું કહેવાય છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૭૯ લાખ રૂપિયા થાય છે.
બાંગ્લાદેશમાં ચોરોએ એવી વસ્તુ પર હાથ ફેરો કર્યો છે, જેને સાંભળીને પહેલી વાર કદાચ પોલીસ પણ વિશ્વાસ ન કરે. ચુઆડાંગા જિલ્લામાં હથિયારબંધ બદમાશોએ એક વાનને રોકી અંદરથી ૩૩૦ કિલો વાળ ભરેલા ૨૩ કોથળા લૂંટી લીધા. ચોરી કરેલા વાળની કિમત લગભગ ૧ કરોડ ટકા હોવાનું કહેવાય છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૭૯ લાખ રૂપિયા થાય છે. આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે.
પોલીસને જણાવ્યા અનુસાર, બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના દમુરહુદા વિસ્તારના કોશાઘાટા વિસ્તારમાં શનિવારે બપોરે લગભગ ૧.૪૫ વાગ્યે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ૭-૮ હથિયારબંધ લોકોએ વાળ ભરેલા વાનને રસ્તામાં રોકી લીધી. ત્યાર બાદ બદમાશોએ વાનમાંથી ૨૩ કોથળા લૂંટી લીધા અને પછી ભાગી ગયા હતા.
મોટા ભાગે ચોરીની ઘટનામાં સોનું-ચાંદી, મોબાઈલ અથવા બીજા મોંઘા સામાન પર નિશાન હોય છે, પણ આ મામલામાં ચોરોએ ૩૩૦ કિલો વાળ લૂંટી લીધા. સ્થાનિક વેપારીઓ અનુસાર, આ વાળની બજાર કિમત ૧ કરોડ ટકાથી પણ વધારે છે, એટલે કે જે વસ્તુને લોકો બેકાર સમજીને ફેંકી દેતા હોય છે, તે બાંગ્લાદેશમાં એક મોટો બિઝનેસ બની ચૂક્યો છે.
આ મામલો ત્યારે વધારે રસપ્રદ થઈ ગયો, જ્યારે આ વાળ કોઈ બ્યૂટી પાર્લર કે દુકાનમાંથી ચોરી નથી થયો. તેને એક ફેક્ટરીમાં પ્રોસેસિંગ માટે લઈ જઈ રહૃાા હતા. બાંગ્લાદેશ હેર પ્રોસેસિંગ સ્મોલ બિઝનેસ કોઓપરેટિવ એસોસિએશનના અધ્યક્ષ અતિયાર રહમાન ટેગિદારના જણાવ્યા અનુસાર, આ ખેપ કરપસડાંગાની એક ફેક્ટરીમાંથી મોકલવામાં આવી રહૃાા હતા. તેમાં ૨૨ વેપારીઓનો માલ સામેલ હતો. એટલે કે એક જ વાનમાં કેટલાય વેપારીઓનો કરોડોનો માલ હતો.
પોલીસે તપાસ દરમ્યાન વાન ચાલક ૪૭ વર્ષિય મોહમ્મદ શાહિદુલ ઈસ્લામ અને ફેક્ટરી મેનેજર ૩૯ વર્ષિય સનવાર હુસૈન સંતુની ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ પાસેથી મળેલી જાણકારીના આધાર પર ચોરી કરેલા ૨૩ કોથળા જપ્ત થયા છે.
જો કે ઘટનામાં સામેલ બાકીના લોકોને શોધી રહૃાા છે. આ મામલામાં દમુરહુદા મોડલ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાયો છે. આ અજીબોગરીબ ચોરીએ સ્થાનિક વેપારીઓની ચિંતા વધારી દીધી છે. તેમનું કહેવું છે કે, આ મામલો ખાલી ૩૩૦ કિલો વાળની ચોરીનો નથી. સવાલ એ પણ છે કે આખરે આટલા મોટા માલને નિશાન બનાવનારી ટોળકી કેટલી મોટી છે અને તેની પાછળ કોણ કોણ લોકો છે.
એક તરફ પોલીસ માટે આ ચોરી એટલા માટે ચોંકાવનારી છે, કેમ કે માલ સોનું-ચાંદી નથી, વાળ હતા. બીજી તરફ વેપારીઓ માટે આ ઘટના જણાવે છે કે હવે વાળ પણ મામૂલી વસ્તુ નથી રહી. તેની કિમત એટલી છે કે હથિયારબંધ ટોળકીઓ તેને લૂંટવા માટે રસ્તા પર વાન રોકવા આવી પહોંચ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial