Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એરપોર્ટ કલાકો સુધી બંધ રહ્યું: વીડિયો વાયરલ
રોમ તા. ૨૫: ઈટાલીના ફોર્લી એરપોર્ટ પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન અને ભારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. રન-વે પર ઊભેલા ૩ થી ૪ મહાકાય વિમાનો રમકડાંની જેમ ફંગોળાઈને ઊંધા વળી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં અંધાધૂંધી સર્જાઈ. એરપોર્ટ કલાકો સુધી બંધ રહૃાું અને તમામ ઉડ્ડયનો રદ કરાયા. ઈટાલીના ફોર્લી વિસ્તારમાં તોફાની પવન સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો. ફોર્લી શહેરમાં હવાની સ્પીડ ૧૨૦ કિલોમીટર પ્રતિકલાક જેટલી થઈ ગઈ હતી. એ વખતે ફોર્લી એરપોર્ટમાં થોડી સેકન્ડ માટે શ્વાસ અદ્ધર કરી દેતાં દૃશ્યો સર્જાયા હતા. વિમાનો તીવ્ર હવામાં રમકડાંની જેમ ફંગોળાયા હતા. જાણે એ કોઈ કાગળના વિમાનો હોય એવી સ્થિતિ જોવા મળી હતી.
ઈટાલીના ફોર્લી એરપોર્ટને વીડિયો સામે આવ્યો છે. એ પ્રમાણે જ્યારે હવાની સ્પીડ ૧૨૦ કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી હતી ત્યારે ત્રણથી ચાર વિમાનો રનવે પર ચાલતા હતા. તે ફંગોળાઈ ગયા હતા. તેની દિશા ફંટાઈ ગઈ હતી. કોઈ રમકડાંના વિમાનો હોય એ રીતે આ વિમાનો ફંગોળાયા હતા.
સામાન્ય રીતે ખૂબ તેજ હવા હોય ત્યારે સાઈકલ-મોટરસાઈકલ કે કારની આવી સ્થિતિ થાય તે સમજી શકાય છે, પરંતુ મહાકાય વિમાનો પણ હવા સામે ઝીંક ઝીલી શક્યા ન હતા. આ ઘટના વખતે તાત્કાલિક અસરથી એરપોર્ટ બંધ કરી દેવાયું હતું. કલાકો સુધી એરપોર્ટ બંધ રહૃાું હતું અને તમામ ઉડ્ડયનો રદ્ કરી દેવાયા હતા. એરપોર્ટની છતને નુકસાન થયું છે. જે વિમાનો રમકડાંની જેમ ઉડયા હતા એમાં ક્રૂ મેમ્બર્સ પણ હતા. હવાનું જોર ઓછું થયું પછી બચાવ ટૂકડીઓએ તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
ફ્યુઅલ લીકેજ વગેરેના ચેકિંગમાં પછીથી કલાકો નીકળી ગયા હતા. ફોર્લી એરપોર્ટ અને તેની આસપાસના શહેરમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ફોર્લી શહેરના ઘણાં વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેટલાય દિવસથી રસ્તાઓમાં પાણી ભરાયા હોવાથી લોકો ફસાઈ ગયા છે. ભારે ગરમી પછી એકાએક ઈટાલીના કેટલાક વિસ્તારોમાં તોફાન ત્રાટક્યું છે. અમુક વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા છે. ૨૫૦ પ્રવાસીઓને પણ સલામત સ્થળે લઈ જવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial