Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઝોનના ફોન નંબર જાહેર કરાયા

યોગ્ય સ્થળે ફરિયાદ કરવા અનુરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર શહેરમાં હયાત અને કાર્યરત ભૂગર્ભ ગટર નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ ઝોન વિભાજીત કરવામાં કરવામાં આવી છે.

આ ભૂગર્ભ ગટરના મશીનહોલ અથવા ચેમ્બર ભરાઈ જાય અથવા ભૂગર્ભ ગટર છલકાતી હોય તો ફરિયાદ માટે લગત ફરિયાદ કેન્દ્રમાં ફરિયાદ કરવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે. નોર્થ ઝોનમાં વોર્ડ નંબર ૧ થી પ માટે બેડીબંદર રોડ, સેન્ટ આન્સ સ્કૂલ સામે કંટેનરમાં ફોન નંબર ૦ર૮૮ર૬૬ર૪૪ર, વેસ્ટ ઝોનમાં વોર્ઢ નંબર ૬ થી ૮, હીરજી મિસ્ત્રી રોડ, રણજીતનગર રૂપિયાના સર્કલ પાસે કન્ટેનરમાં ફોન નંબર ૦ર૮૮-રપ૬૭૭ર૩, ઈસ્ટ ઝોન વોર્ડ નંબર ૯ થી ૧ર, વ્હોરાનો હજીરા પાસે ભૂગર્ભ ગટર પમ્પીંગ સ્ટેશન, સોનાપુરી સ્મશાન પાછળ, મો.નં. ૮૭૯૯૪ ૦પ૦૮૮ અને સાઉથ ઝોન વોર્ડ નંબર ૧૩ થી ૧૬ શાળા નંબર ૩૯ મેઘજી પેથરાજ સ્કૂલની બાજુમાં કન્ટેનરમાં ફોન (૦ર૮૮ર૬૭૦૧૪૧) અથવા ઓન લાઈન ફરિયાદ માટે ૦ર૮૮રપપ૦૧૩૧ અને ૧૮૦૦ ર૩૩ ૦૧૩૧ તેમજ ભૂગર્ભ ગટરની અસુરક્ષિત સફાઈ કામગીરી ચાલુ હોય તો ૧૪૪ર૦ ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરવા મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં   જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh