Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળની બેઠક મળી
જામનગર તા. ૨૫: જામનગર જિલ્લામાં 'નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' હેઠળ ૧૫ થી ૬૦ વયજૂથના નિરક્ષરોને અક્ષરજ્ઞાન અપાશે. કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળની કારોબારી સમિતિની યોજાયેલી બેઠકમાં કલેક્ટર દ્વારા શિક્ષણથી વંચિત નાગરિકોના સર્વે અને નોંધણી કામગીરી અંગે માર્ગદર્શન અપાયુ હતું.
જામનગર જિલ્લાનો સાક્ષરતા દર ઊંચો લાવવા અને જિલ્લામાંથી નિરક્ષરતા સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ૧૫ થી ૬૦ વર્ષની વયજૂથના નિરક્ષર નાગરિકોને વાચન, લેખન અને પાયાના ગણન ઉપરાંત દૈનિક વ્યવહારિક જીવનમાં ઉપયોગી થાય તેવા કૌશલ્યવર્ધક જ્ઞાનથી માહિતગાર કરવામાં આવશે.
આ કાર્યક્રમના સુચારૂ અમલીકરણ અને તેને વધુ વેગવંત બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના પરામર્શ હેઠળ 'જામનગર જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ'ની કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને જામનગર જિલ્લાના ૧૫ થી ૬૦ વયજૂથના તમામ નિરક્ષરોનો સચોટ સર્વે હાથ ધરી તેમની સમયસર નોંધણી પૂર્ણ કરવા માટે દિશા-નિર્દેશો સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સી.એમ. મહેતા, જિલ્લા રોજગાર અધિકારી સુશ્રી સરોજ સાંડપા, ડીઆઈઈટીના પ્રતિનિધિ દીપેશ આસોદડીયા ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial